ધર્મતેજનેશનલ

કાળી ચૌદશને નરક ચતુર્થી કે છોટી દિવાલી કેમ કહેવાય છે જાણો છો?

આજે કાળી ચૌદશ છે. ગુજરાતમાં આપણે કકડાટ કાઢવાનો રિવાજ છે, પરંતુ દેશના ઘમા ભાગોમાં ખાસ કરીને ઉત્તરીય પટ્ટામાં આ દિવસને નરક ચતુર્થી સાથે છોટી દિવાલી પણ કહે છે. એક જ દેશમાં પણ તહેવાર ઉજવવાના વિવિધ રંગો અને પરંપરાઓ હોય છે. ગુજરાતમાં આજના દિવસે રાત્ર અડદના વડા બનાવી ચાર ચોકે જઈ વડા મૂકવામાં આવે છે અને એમ માનવામાં આવે છે છે કે આખા વર્ષનો કકડાટ નીકળી જાય છે. તો ચાલો બીજી શું માન્યતાઓ જોડાયેલી છે તે જાણીએ
મુહૂર્ત અનુસાર, કારતક માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ છોટી દિવાળી ઉજવવામાં આવે છે. . છોટી દિવાળી માટે પ્રદોષ કાલ એટલે કે નરક ચતુર્દશી 11મી નવેમ્બરે પ્રાપ્ત થઈ રહી છે, તેથી 11મી નવેમ્બરે છોટી દિવાળી ઉજવવામાં આવે છે.
નરક ચતુર્દશીને રૂપ ચૌદસ અથવા છોટી દિવાળી પણ કહેવામાં આવે છે. છોટી દિવાળીનો તહેવાર દીપોત્સવના બીજા દિવસે એટલે કે ધનતેરસના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તેમના ઘરની સફાઈ કરે છે અને દીવા પ્રગટાવીને ઉજવણી કરે છે. કહેવાય છે કે આ દિવસથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. પરંતુ નરક ચતુર્દશી મનાવવા પાછળ એક ખાસ કારણ છે. ચાલો જાણીએ કે નરક ચતુર્દશી શા માટે ઉજવવામાં આવે છે અને તેને છોટી દિવાળી કેમ કહેવામાં આવે છે?

નરક ચતુર્દશી દર વર્ષે કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. નરક ચતુર્દશીનો તહેવાર ધનતેરસના એક દિવસ પછી અને દિવાળીના એક દિવસ પહેલા આવે છે. આ વખતે નરક ચતુર્દશીની તારીખ 11 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી છે. તેથી આ તહેવાર બંને દિવસે ઉજવી શકાય છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો. શ્રી કૃષ્ણે નરકાસુરના કારાગૃહમાં કેદ 16 હજારથી વધુ મહિલાઓને મુક્ત કરાવી હતી. ત્યારથી છોટી દિવાળીને નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે.

નરક ચતુર્દશીના દિવસે ઘરની સફાઈ અને શણગાર કરવામાં આવે છે. ઘરની જંક અને બગડેલી વસ્તુઓ બહાર કાઢવામાં આવે છે. સાંજે, ઘરના પ્રવેશદ્વારના બંને ખૂણા પર દીવા પ્રગટાવવામાં આવે છે અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
છોટી દિવાળીના દિવસે સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. આ કારણથી આ દિવસે યમરાજના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે. બધા પાપોનો નાશ કરવા અને જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે સાંજે યમદેવની પણ પૂજા કરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…