Buddha Purnima 2024: શું તમે બુદ્ધ પૂર્ણિમા વિશે આ જાણો છો ?
વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુધ્ધ પૂર્ણિમાના (Buddha Purnima) નામે ઓળખવામાં આવે છે. આ પૂર્ણિમાનું બૌદ્ધ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે. વૈશાખની પૂર્ણિમાને ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે. આથી બૌદ્ધ અનુયાયીઓમાં આ તિથિનું ખૂબ જ મહત્વ રહેલું છે. આગામી 23 તારીખે બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવશે.
બુદ્ધ પૂર્ણિમા છે શું ?
બુદ્ધ પૂર્ણિમા બૌધ્ધ પરંપરામાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે આખા દક્ષિણ, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ એશિયામાં મનાવવામાં આવે છે. આ તિથી રાજકુમાર સિદ્ધાર્થના જન્મની યાદી કરાવે છે કે પાછળથી મહાન ગૌતમ બુદ્ધ બન્યા. જેમણે ભારતની ધરતી પર બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. બૌદ્ધ પરંપરા અને પૌરાણિક શોધો અનુસાર ગૌતમ બુદ્ધનો જન્મ લગભગ ઈસ પૂર્વે 563-483માં લુંબિની નેપાળમાં થયો હતો. તેમના માતાનું નામ માયાદેવી અને પિતાનું નામ શુદ્ધોધન હતું. આમ વૈશાખી પૂર્ણિમાના દિવસને ભગવાન બુદ્ધની જન્મતિથીનું વિશેષ મહત્વ રહેલું છે.
બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ :
બુદ્ધ પૂર્ણિમાનું એક આગવું મહત્વ રહેલું છે. કારણ કે આ ભગવાન બુદ્ધના જીવનનું સ્મરણ કરાવે છે, તેમના ઉપદેશનો ઉત્સવ મનાવે છે, સાંસ્કૃતિક એકતામાં વધારો કરે છે અને વર્તમાન સમયમાં પણ તેમના ઉપદેશની રહેલી પ્રાસંગિકતા પર પ્રકાશ પાથરે છે. બુદ્ધ પૂર્ણિમા આખા વિશ્વમાં મનાવવામાં આવે છે.
બુદ્ધ પૂર્ણિમા સાંસ્કૃતિક એકતામાં વધારો કરે છે, તે ભગવાન બુદ્ધના જીવનની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. ભગવાન બુદ્ધને ઐતિહાસિક પુરુષ માનવામાં આવે છે અને વિશ્વ પર તેમાં ઉપદેશોએ મહત્વપૂર્ણ પ્રભાવ પાડ્યો છે. આ દિવસ બૌદ્ધો માટે ભગવાન બુદ્ધના ઉપદેશની વર્તમાન સમયમાં રહેલી પ્રાસંગિકતા પર વિચાર કરવાનો અવસર છે.
આ દિવસને ‘ત્રણ વખતનો ધન્ય તહેવાર’ કહેવામાં આવે છે, કારણ કે આજના દિવસે ત્રણ મહત્વપૂર્ણ બાબતો ભગવાન બુદ્ધના જન્મ, તેમની જ્ઞાનપ્રાપ્તિ અને તેમના નિર્વાણનો ત્રિવેણી સંગમ થાય છે.