
નવી દિલ્હીઃ ઓડિશા જગન્નાથ પુરી ધામ (Odisha Jagannath Puri Temple)ના કોવિડકાળથી બંધ કરવામાં આવેલા ત્રણ દ્વાર આજે મુખ્ય પ્રધાન મોહન ચરણ માંઝીના આદેશ બાદ ખોલી મૂકવામાં આવ્યા છે. કોરોના મહામારી સમયે આ ત્રણ દ્વારા બંધ કરવામાં આવ્યા હતા અને શ્રદ્ધાળુઓને એક જ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરવો પડતો, જેને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ શું તમને જગન્નાથ પુરીના આ ચારેય દ્વાર અને તેના મહત્ત્વથી વાકેફ છો? ચાલો આજે તમને એ પાછળની સ્ટોરી જણાવીએ…
આ પણ વાંચો: Puri Jagannath Temple: જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખુલ્યા, ભાજપે ચૂંટણીમાં આપેલું વચન પૂરું કર્યું
સૌથી પહેલાં વાત કરીએ જગન્નાથ પુરીના ચાર દ્વારના નામ અને તેના મહત્ત્વ વિશે. મંદિરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દ્વાર છે જેના નામ અનુક્રમે સિંહ દ્વાર, વ્યાઘ્ર દ્વાર, હસ્તિ દ્વાર અને અશ્વ દ્વાર છે. આ ચારે દ્વારને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યનું પ્રતિક માનવામાં આવે છે.
આ પણ વાંચો: ફાટેલી જીન્સ, સ્લીવલેસ કે હાફ પેન્ટ સાથે હવે જગન્નાથ પુરી મંદિરમાં નો એન્ટ્રી
હવે વાત કરીએ આ દ્વારના મહત્ત્વ વિશે-
સિંહ દ્વારઃ
સિંહદ્વાર વિશે વાત કરીએ તો તેને મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને આ દ્વાર પર બે સિંહ ઝૂકેલી પ્રતિમાઓ આવે છે. એવું કહેવાય છે કે આ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરવા પાછળની એવી માન્યતા છે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
વ્યાઘ્ર દ્વારઃ
આ દ્વાર પર નામની જેમ જ વાઘની પ્રતિમા આવેલી છે અને આ પ્રતિમા હંમેશા ધર્મનું પાલન કરવાની શીખ આપે છે. વાધને ઈચ્છાનું પ્રતિક પણ માનવામાં આવે છે. વિશેષ ભક્ત અને સંતને આ જ દ્વારથી મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.
હસ્તિ દ્વારઃ
હસ્તિ દ્વાર એટલે હાથીઓનું દ્વાર. આ પ્રવેશ દ્વારા બંને તરફ હાથીની પ્રતિમાઓ લગાવવામાં આવ્યા છે. હાથીને મા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મોઘલોએ આક્રમણ કરીને આ હાથીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં તેનું સમારકામ કરીને ઉત્તર દિશામાં મૂકી છે. આ દ્વાર પરથી ઋષિઓને પ્રવેશ આપવામાં આવે છે.
અશ્વ દ્વારઃ
મંદિરના આ દ્વાર પર બંને બાજુ ઘોડાની પ્રતિમા લગાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે ઘોડાની પીઠ ભગવાન જગન્નાથ અને બલભદ્ર સવાર છે. આ દ્વારને વિજય ના પ્રતિક માનવામાં આવે છે.