Ambani Familyના Car Collection વિશે જાણો છો કે? જીવની જેમ સાચવે છે આ ખાસ કાર્સ…
લક્ઝુરિયલ લાઈફસ્ટાઈલની વાત થઈ રહી હોય અને એમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કે અંબાણી પરિવારનું નામ ના આવે તો જ નવાઈ. આજે અમે તમારા માટે અહીં અંબાણી પરિવારના સદસ્યોની ફેવરેટ કાર વિશેની માહિતી લઈને આવી રહ્યા છીએ. ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે અંબાણી પરિવારના કયા સદસ્યને કઈ કાર ગમે છે…
સૌથી પહેલાં શરૂઆત કરીએ હેડ ઓફ ધ ફેમિલી મુકેશ અંબાણીથી. મુકેશ અંબાણીની મનપસંદ કારની વાત કરીએ તો તેમના કલેક્શનમાં દુનિયાની આલિશાન અને મોંઘામાં મોંઘી કહી શકાય એવી એકથી ચઢિયાતી એક કારનો સમાવેશ થાય છે પણ વાત જ્યારે તેમની ફેવરેટ કારની થતી હોય તો એમાં રોલ્સ રોયસ કલિનન બાજી મારી જાય છે.
આગળ વધીએ અને હોમ મિનિસ્ટર નીતા અંબાણીની વાત કરીએ. નીતા અંબાણી પોતાની લક્ઝુરિય બેગ અને સાડીના કલેક્શન સિવાય તેમની સુંદરતા અને ફિટનેસ માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ તેમની મનપસંદ કારની વાત કરીએ તો તે છે ઓડીની એ9 કેમેલિયન. ભારતમાં આ મોડેલની એક જ કાર છે અને એ પણ એન્ટાલિયાના ગેરેજમાં ઊભી છે. નીતા અંબાણીએને આ કાર પતિ મુકેશ અંબાણીએ ભેટમાં આપી હતી.
પરિવારના નાનકડા અને લાડકા સદસ્ય અનંત અંબાણીની વાત કરીએ તો અનંત અંબાણીનું કાર કલેક્શન એકદમ લાજવાબ છે, પણ તેની ફેવરેટ કારની વાત કરીએ તો તે છે બેન્ટલે કોન્ટિનેન્ટલ જીટી હોવાનું કહેવાય છે.
અનંતના મોટા ભાઈ અને અંબાણી પરિવારના જ્યેષ્ઠ પુત્ર આકાશ અંબાણીની વાત કરીએ તો નાના ભાઈની જેમ જ તેનું કાર કલેક્શન પણ એકદમ દમદાર છે અને તેમાંથી બેન્ટલે બેન્ટાયગા કાર એ તેની સૌથી વધુ ગમતી કાર છે, જેને તે જીવથી પણ વધારે સાચવે છે.
અંબાણીના બંને કાનકુંવરના કાર કલેક્શન આટલા દમદાર હોય તો તેમની વહુરાણીઓ કઈ રીતે એમાંથી બાકાત રહી શકે? અંબાણી પરિવારના નાના વહુરાણી એટલે કે રાધિકા મર્ચન્ટને કારનો જબરો શોખ છે અને તેના કલેક્શનમાં રોલ્સ રોયસ ફેન્ટર ડ્રોપહેડ કૂપે છે. જ્યારે શ્લોકા મહેતાની વાત કરીએ તો શ્લોકા પાસે એકથી શાનદાર એક કાર્સ છે પણ તેની મનગમતી કારની રેસમાં તો મર્સિડિઝ એસ680 ગાર્ડ બાજી મારી જાય છે.
કંઈક મિસિંગ લાગે છે ને? જી હા, અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી તો બાકી જ રહી ગઈ. ઈશા અંબાણી અને મુકેશ અંબાણીની મનપસંદ કાર એકદમ સેમ છે. ઈશાને પણ રોલ્સ રોયસ કલિનન કાર ખૂબ જ ગમે છે.