શું તમે પણ Newspaperમાં પેક કરીને આપેલા Vada Paav ખાવ છો?? પહેલાં આ વાંચી લો…

મુંબઈ: આપણામાંથી ઘણા લોકોએ અત્યાર સુધી કયારેકને ક્યારેક તો આ રીતે Newspaperમાં પ્રિન્ટ કરેલા કાગળિયામાં આપવામાં આવેલા સ્ટ્રીટ ફૂડ, વડા પાંવ, સમોસા પાવ, ભેલ, સેવ પૂરી તો ખાધા જ હશે. પણ હવે આ બાબતે એક Important Information સામે આવી રહી છે. આવો જોઈએ શું છે આ મહત્વની માહિતી…
નવી મુંબઈના માનખૂર્દ ખાતે રસ્તા પર મળતાં ચિકન સોરમા ખાવાને કારણે એક યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે 15 જણને પણ ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. આ સમસ્યા માત્ર માનખુર્દ પૂરતી જ સીમિત ન હોઈ મુંબઈભરમાં જોવા મળે છે. આ અગાઉ પણ FSSAI અને મુંબઈ મહાનગર પાલિકા દ્વારા આ રીતે પસ્તી કે Newspaperમાં પેક કરીને ખાદ્યપદાર્થ આપવાની મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હોવા છતાં પણ મુંબઈ તેમ જ આસપાસના વિસ્તારોમમાં રસ્તા પર આ જ રીતે છાપેલાં કાગળિયામાં ખાવાની વસ્તુઓ પેક કરીને આપવામાં આવે છે.
એક બાજું ભાજી, વડા, ભજીયા, ફ્રેન્કી કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એની કોઈ તપાસ નથી કરવામાં આવી રહી અને બીજી બાજું આ જ ખાદ્યપદાર્થો વર્તમાનપત્ર અને છાપેલાં કાગળિયામાં પેક કરીને આપવામાં આવે છે. Newspaperમાં કે પેમ્ફલેટ છાપવા માટે ઉપયોગમાં લેવાતી Ink ખૂબ જ જોખમી હોય છે અને જો આ Ink ભૂલથી પણ પેટમાં જતી રહે તો તેને કારણે અનેક જીવલેણ બીમારીઓ થઈ શકે છે.
આને કારણે પેટમાં દુઃખાવો, સ્કિન એલર્જી , સતત પેટમાં દુઃખાવો થવો, અશક્તિ અનુભવવી જેવી અનેક સમસ્યા સતાવી શકે છે. જેને કારણે પાલિકા અને FSSAI દ્વારા આ રીતે છાપેલાં અખબાર કે પેમફલેટમાં પેક કરીને ખાદ્યપદાર્થ આપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ પાલિકાના આદેશની થઈ રહેલી અવહેલનાને જોતા હવે નાગરિકોએ જ જાગરૂક થવાની જરુર છે એવો મત અધિકારીઓ અને હેલ્થ એક્સપર્ટ દ્વારા વ્યકત કરાઇ રહ્યો છે.