ધર્મતેજનેશનલ

સાતમા નોરતે કરો મા કાળરાત્રિની પૂજા અને મેળવો કૃપા…

નવલા નોરતાના છ-છ દિવસ પૂરા થઈ ગયા છે અને આવતીકાલે સાતમું નોરતું બેસશે. આ નવ દિવસ દરમિયાન મા દુર્ગાની પૂજા કરવાનું વિશેષ મહાત્મ્ય છે અને એમાં પણ ખાસ કરીને મા કાળરાત્રિની પૂજાનું ખાસ મહત્ત્વ છે. આજે અમે અહીં તમારા માટે અહીં મા કાળરાત્રિની પૂજા વિધી અને એની સાથે સંકળાયેલી કથા લઈને આવ્યા છે.

નવરાત્રિમાં મહા સપ્તમીના દિવસે ભક્તો માના સાતમા રૂપની આરાધના કરે છે. અસુરોનો વધન કરવા માટે મા દુર્ગાના તેજમાંથી દેવી કાળરાત્રિની ઉત્પત્તિ થઈ હતી. મા કાળરાત્રિનો રંગ કાળો હોવાને કારણે જ તેમને કાળરાત્રિના નામે ઓળખવામાં આવે છે. અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજમાંથી દેવી કાળરાત્રિને જન્મ આપ્યો હતો. તેમની પૂજા કરવાથી ભક્તોને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને આ જ કારણે તેમને શુભંકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી સર્વસાધારણ માન્યતા છે કે, માતા કાળરાત્રિની પૂજા કરવાથી મનુષ્યને સમસ્ત સિદ્ધીઓ પ્રાપ્ત થાય છે અને દુષ્ટોનો નાશ થાય છે.

દેવી કાળરાત્રિનું શરીર રાતના અંધકારની જેમ કાળું છે અને તેમના વાળ પણ વિખરાયેલા હોય છે અને તેમના ગળામાં વિદ્યુતની માળા છે. તેમના ચાર હાથ છે જેમાંથી તેમના બે હાથ વરમુદ્રા અને અભય મુદ્રામાં છે. ભગવાન શિવજીની જેમ તેમને પણ ત્રીજું નેત્ર છે. તેમના શ્વાસમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે અને એનું કાળરાત્રિનું વાહન ગધેડો છે.

કથાના અનુસાર, દૈત્ય શુંભ-નિશુંભ અને રક્તબીજના ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી રાખ્યો હતો. તેનાથી ચિંતિત થઈને તમામ દેવતાગણ શિવજીની પાસે ગયા. શિવજીએ દેવી પાર્વતીને રાક્ષસોનું વધ કરીને પોતાના ભક્તોની રક્ષા કરવાનું કહ્યું. શિવજીની વાત માનીને પાર્વતીજીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ-નિશુંભનું વધ કર્યો હતો. પરંતુ જેમ દુર્ગાજીએ રક્તબીજનો વધ કર્યો એમ તો તેના શરીરમાંથી નીકળેલ રકાથી લાખો રક્તબીજ ઉત્પન્ન થઈ ગયા. એ જોઈને માતા દુર્ગાએ તરત જ પોતાના તેજથી કાળરાત્રિને ઉત્પન્ન કરી અને બાદમાં જ્યારે મા દુર્ગાએ રક્તબીજને માર્યો તો તેના શરીરમાંથી નીકળનારા રક્તને કાળરાત્રિએ પોતાના મુખમાં ભરી લીધું અને બધાનું ગળું કાપતાં રક્તબીજનો વધ કર્યો હતો.

શુભકામના ઓ પૂરી કરશે આ મંત્ર


સપ્તમીના દિવસે ભગવતીની પૂજામાં ગોળનો નૈવેદ્ય ધરાવીને બ્રાહ્મણને આપવો જોઈએ. આવું કરવાથી પુરુષ શોકમુક્ત થઈ શકે છે. નવરાત્રિના સાતમા દિવસે મા કાળરાત્રિની ઉપાસના કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ-


एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता,
लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा,
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button