નેશનલ

આ માત્ર ડીએમકેની નહીં, ઇન્ડિયા ગઠબંધનની વિચારસરણી છે’, ભાજપના નેતાએ ગૌમૂત્ર રાજ્યની ટિપ્પણી પર નિશાન સાધ્યું

નવી દિલ્હીઃ DMK સાંસદ DNV સેંથિલકુમાર એસની ‘ગૌમૂત્ર રાજ્ય’ ટિપ્પણી પર વિવાદ વધી રહ્યો છે. BJP નેતા શહેઝાદ પૂનાવાલાએ DMK સાંસદ DNV સેંથિલકુમાર એસની ‘ગૌમૂત્ર રાજ્ય’ ટિપ્પણી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે આ માત્ર ડીએમકેની નહીં, ઇન્ડિયા ગઠબંધનની વિચારસરણી છે. આ એક પ્રકારની વિભાજનકારી, દ્વેષપૂર્ણ વિચારસરણી છે.

તેમણે કહ્યું હતું કે આ પહેલીવાર નથી જ્યારે ડીએમકે દ્વારા આવી રજૂઆત કરવામાં આવી હોય. ડીએમકે ઉત્તર ભારત અને હિન્દી વિરુદ્ધ સતત નિવેદનો આપી રહ્યું છે. આજે અખિલેશ યાદવ, રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ, અરવિંદ કેજરીવાલ અને મમતા બેનરજીએ જણાવવું જોઈએ કે શું તેઓ આવા નિવેદનોથી ઇન્ડિયા જોડવા માગે છે? શું આ નિવેદન તેમને સ્વીકાર્ય છે?

જોકે, ડીએમકે સાંસદના આવા નિવેદન બાદ વિવાદ વધુ ઘેરો બન્યો હતો. વધી રહેલા વિવાદના કલાકો બાદ ડીએનવી સેંથિલકુમારે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું હતું કે આ કોઈ વિવાદાસ્પદ નિવેદન નથી. તેથી જ તેમણે પોતાના સંસદીય ભાષણમાં તેનો ઉપયોગ કર્યો છે. ડીએમકે સાંસદે એમ પણ કહ્યું હતું કે, મેં ગૃહની અંદર કેટલાક નિવેદનો આપ્યા છે. તે સમયે ગૃહમાં ગૃહ પ્રધાન અને ભાજપના સભ્યો હાજર હતા.

મેં પહેલા પણ મારા સંસદના ભાષણોમાં તેનો ઉપયોગ કર્યો છે. આ કોઈ વિવાદાસ્પદ નિવેદન નથી. જો આ નિવેદનથી કોઈને દુઃખ થાય તો હું આગલી વખતે તેનો ઉપયોગ કરવાનું ટાળવાનો પ્રયત્ન કરીશ. ડીએમકે સાંસદે એમ પણ જણાવ્યું હતું કે ભાજપ મત મેળવવામાં ક્યાં મજબૂત છે તે સમજાવવા માટે હવેથી હું અન્ય શબ્દોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીશ. નોંધનીય છે કે કૉંગ્રેસના નેતા ચિદમ્બરમે પણ ડીએમકેના નેતાના આ નિવેદનનો વિરોધ કર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત