નેશનલ

તમિલનાડુમાં હિન્દી ભાષી લોકો શૌચાલય સાફ કરે છે, DMK નેતા દયાનિધિ મારનનું વિવાદાસ્પદ નિવેદન…

ચેન્નાઈ: DMK સાંસદ દયાનિધિ મારને હિન્દી ભાષીઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા હિન્દી ભાષી લોકો તમિલનાડુમાં બાંધકામ કે રસ્તા સાફ કરવા કે પછી શૌચાલય સાફ કરવાનું કામ કરે છે. ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ મારનની ક્લિપને શોસિયલ મિડીયા પર શેર કરી હતી અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને ટેગ કરીને પૂછ્યું હતું કે આ નિવેદન કેટલું યોગ્ય છે.

વિડીયોમાં મારનને અંગ્રેજી અને હિન્દી શીખતા લોકોની સરખામણી કરતા સાંભળી શકાય છે. તે કહે છે કે અંગ્રેજ લોકો આઈટી કંપનીઓમાં જાય છે, જ્યારે હિન્દી ભાષી લોકો નાની નોકરીઓ કરે છે. પોતાની પોસ્ટમાં, શહેઝાદ પૂનાવાલાએ I.N.D.I.A ગઠબંધન પર જાતિ, ભાષા અને ધર્મના આધારે દેશના લોકોને વિભાજીત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે અને ડીએમકે સાંસદની આ ટિપ્પણી સામે ગઠબંધનની ‘નિષ્ક્રિયતા’ની ટીકા કરી હતી. શહેઝાદ પૂનાવાલાએ કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘I.N.D.I.A ગઠબંધનનો એજન્ડા સનાતન ધર્મનું અપમાન કરવાનો અને દેશના લોકોને વિભાજિત કરવાનો છે’.


ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે ઉત્તર ભારતીય રાજ્યો વિશે સંસદમાં ડીએમકે સાંસદ સેન્થિલ કુમારની ટિપ્પણી અને તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીની એવી ટિપ્પણી કે તેલંગાણાનું ડીએનએ બિહારના ડીએનએ કરતા વધુ સારું છે. ત્યારબાદ ફરી એકવાર ડીએમકે નેતા દયાનિધિ મારને ઉત્તર અને દક્ષિણ રાજ્યો વચ્ચેના રાજકીય વાતાવરણને ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે.

મારનના નિવેદન પર પ્રહાર કરતા બિહારના બીજેપી સાંસદ ગિરિરાજ સિંહે ટ્વીટ કર્યું હતું કે શું નીતીશ કુમાર અને લાલુ યાદવ હિન્દી ભાષી લોકો પર તેમના ગઠબંધનના સહયોગીના અભિપ્રાય સાથે સહમત છે? તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે DMK અને ‘I.N.D.I.A’ ગઠબંધનને હિન્દીભાષી લોકો પ્રત્યે આટલી નફરત કેમ છે.

નોંધનીય છે કે ‘I.N.D.I.A’ ગઠબંધનની બેઠકમાં હિન્દી-બિન-હિન્દી ભાષા પર ચર્ચા થઈ જ્યારે નીતિશ કુમાર બોલવાનું શરૂ કર્યું અને DMK નેતા ટીઆર બાલુએ તેનું અંગ્રેજી ભાષાંતર પૂછ્યું. ત્યારે નીતિશ કુમારે એમ કહીને ના પાડી દીધી હતી કે આપણે આપણા દેશને હિન્દુસ્તાન કહીએ છીએ અને હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. આપણે આપણી ભાષાને જાણવી જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…