મુંબઇ : શેરબજારના રોકાણકારો માટે મુહૂર્ત ટ્રેડિંગનું(Muhurat Trading)ખૂબ મહત્વ છે. રોકાણકારો આ ખાસ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો પોતાના અનુભવના આધારે નફો કમાવવાની રણનીતિ અપનાવે છે. જેમાં દિવાળીના પ્રસંગે આજે એક કલાકના ખાસ મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવશે. સ્ટોક માર્કેટ એક્સચેન્જોએ 1 નવેમ્બરના રોજ સાંજે 6:00 વાગ્યાથી 7:00 વાગ્યા સુધી મુહૂર્ત ટ્રેડિંગ સેશન નક્કી કર્યું છે.
મુહૂર્ત ટ્રેડિંગનું શું મહત્વ ?
ભારતમાં સ્ટોક બ્રોકર્સ દિવાળીને તેમના નાણાકીય વર્ષની શરૂઆત તરીકે ઉજવે છે. ઘણા રોકાણકારો આ સમયગાળામાં શેર ખરીદીને આગામી વર્ષ માટે સમૃદ્ધિ તરીકે જોવે છે. રોકાણકારો માટે તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાનો પણ આ સમય છે. ઐતિહાસિક રીતે BSE સેન્સેક્સ છેલ્લા 17 મુહૂર્ત ટ્રેડિંગમાંથી 13માં તેજી સાથે બંધ થયો છે. સેન્સેક્સ 2008માં સૌથી વધુ ઉછળ્યો હતો. જે 5.86 ટકા વધીને 9,008 થયો હતો.
Also Read – દિવાળીના દિવસે હેવીવેઇટ શૅરનું સુરસુરિયું થઇ જતાં સેન્સેક્સમાં ૫૫૩ પોઇન્ટનો ભડાકો, નિફ્ટી ૨૪૨૦૦ની આસપાસ રહી
મુહૂર્ત ટ્રેડિંગમાં કેવી રણનીતિ રાખવી ?
બજારના નિષ્ણાતો મુહૂર્ત ટ્રેડિંગ 2024માં લાર્જ કેપ શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે. જ્યારે મિડ કેપ શેરોમાં સમજદારીપૂર્વક રોકાણ કરવાનું સૂચન કરવામાં આવે છે. કારણ કે મિડ કે સ્મોલ કેપ શેરોનું ઊંચું મૂલ્ય સલામતી માટે ઓછામાં ઓછું માર્જિન પૂરું પાડે છે. નિષ્ણાતોના મતે રોકાણકારો આજે મેટલ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર અને લાર્જ કેપ આઈટી જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપી શકે છે. મુહૂર્ત ટ્રેડિંગ ટાઈમ સ્લોટમાં ઈક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઈંગ (SLB) જેવા બહુવિધ સેગમેન્ટ્સમાં ટ્રેડિંગ જોવા મળશે.