નેશનલ

‘દિવાળીનો સામાન હિંદુઓ પાસેથી જ ખરીદો…’ ભોપાલમાં હોર્ડિંગ્સ બાબતે વિવાદ…

ભોપાલ: દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમ પૂર્વક તૈયારીઓ કરવામાં આવી છે, ખરીદી કરવામાં માટે બજારોમાં લોકોની ભીડ ઉમટી રહી છે. આ દરમિયાન મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં વિવાદાસ્પદ હોર્ડિંગ્સ (Bhopal Hording controversy) જોવા મળ્યા છે, જેમાં દિવાળીની ખરીદી હિન્દુ દુકાનદારો પાસેથી જ કરવાની અપીલ કરવામાં આવી છે. આ હોર્ડિંગ્સ બજરંગ દળે લગાવ્યા છે. આ હોર્ડિંગ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મુદ્દે રાજકારણ ગરમ થઇ ગયું છે, કોંગ્રેસ પાર્ટીએ ભાજપ અને બજરંગ દળ પર આકરા પ્રહારો કર્યા છે.

આ પણ વાંચો : ધનતેરસ પર ખરીદો 1001 રૂપિયામાં પ્યોર ગોલ્ડ…

ભોપાલમાં અલગ-અલગ જગ્યાએ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, જેમાં લખ્યું છે કે, ‘અપના ત્યોહાર અપનો સે વ્યવહાર’, ‘દીપાવલી કી ખરીદી ઉનસે કરે, જો આપકી ખરીદી સે દીપાવલી મના શકે.’ આ પછી, નીચે લખ્યું છે કે બજરંગ દળ તરફથી છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં આવા હોર્ડિંગ્સ જોવા મળ્યા છે, આ હોર્ડિંગ્સમાં આડકતરી રીતે હિંદુઓને હિંદુ દુકાદાર પાસેથી દિવાળીની ખરીદી કરવા અપીલ કરવામાં આવી છે.

હિન્દુઓ પાસેથી સામાન ખરીદવાના પોસ્ટર પર કોંગ્રેસ પાર્ટી ભાજપ પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીના નેતા અવનીશ બુંદેલાએ કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટી તોડવાની રાજનીતિ કરી રહી છે. શાકભાજી અને ફૂલનો વેપાર કરતા મોટાભાગના લોકો અન્ય ધર્મના લોકો છે, તો તેઓએ ભગવાનને ફૂલ ચઢાવવાનું કેમ બંધ કરવું જોઈએ. આ અપીલ અને નિવેદન નબળી વિચારસરણીનું પરિણામ છે.

આ પણ વાંચો : ધન તેરસના દિવસે પણ બજારે નિરાશ કર્યા! સેન્સેક્સમાં આટલા પોઈન્ટ્સનું ગાબડું

પોસ્ટર મુદ્દે બીજેપી પ્રવક્તા અજય સિંહ યાદવે કહ્યું, ‘આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જ્યારે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવા સંજોગોમાં સામાજિક સંસ્થાઓ તરફથી આવી અપીલ સ્વાભાવિક બની જાય છે. જેઓ સનાતનની વિરુદ્ધ ઉભા છે અને બોલે છે તેમને સમર્થન કરવામાં કોંગ્રેસનો હાથ છે. આપણે સ્વદેશીને પ્રોત્સાહન આપવું જોઈએ.’

Back to top button
દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker