દિવાળીમાં અગ્નિતાંડવ: ૧૪નાં મોત
આગ: હૈદરાબાદના નામાપવ્ વી વિસ્તારમાં સોમવારે એક બહુમાળી ઈમારતમાં લાગેલી આગમાં નવ જણનાં મોત થયા હતા. આગ લાગ્યા બાદ અગ્નિશમન દળના જવાનો અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. (એજન્સી)
હૈદરાબાદ: અહીંના નામપલ્લી વિસ્તારમાં રહેવાસી ઈમારતમાં લાગેલી આગમાં ગૂંગળાઈ જવાથી અલગ અલગ બે પરિવારના નવ જણનું મોત થયું હોવા ઉપરાંત એક જણ ઘાયલ થયો હતો, એમ હોવાનું પોલીસ અને અગ્નિશમન દળના અધિકારીઓએ સોમવારે કહ્યું હતું. આગની અન્ય એક ઘટનામાં નાગાલેન્ડના દિમાપુર જિલ્લાના નાહારબારી વિસ્તારમાં લાગેલી આગમાં ત્રણ બાળક સહિત એક જ પરિવારનાં પાંચ જણનું મોત થયું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
નામપલ્લી વિસ્તારમાં લાગેલી આગના ધુમાડાને કારણે નવ જણ બેભાન થઈ ગયા હતા. બચાવ અને રાહતટુકડીના જવાનોએ તેમને ઈમારતમાંથી બહાર કાઢી સરકાર સંચાલિત હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આગ લાગી હોવાની જાણ કરતો ફોન સવારે ૯:૩૪ વાગે અગ્નિશમન દળના કંટ્રોલ રૂમને આવ્યો હતો જેને પગલે અગ્નિશમન દળની ટુકડીને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
રસાયણ ભરેલા ડ્રમમાં લાગેલી આગને પગલે ચાર માળની ઈમારતમાં આગ ફેલાઈ ગઈ હતી. આગમાં કુલ ૨૧ જણ ફસાયા હતા. સાક્ષીઓના જણાવ્યા અનુસાર આસપાસના વિસ્તારમાં બાળકો ફટાકડા ફોડતા હતા જેને પગલે આગનો તણખો રસાયણ ભરેલા ડ્રમ પર પડ્યો હતો અને ત્યાર બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, તપાસ બાદ જ આગ લાગવાનું સાચુ કારણે જાણી શકાશે, એમ તેમણે કહ્યું હતું.
તેલંગણાના ગવર્નર તાનિલિસાઈ સુંદરરાજન અને મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે ઘટના અંગે શોક અને મૃતકોના પરિવારજનો પરત્વે સહાનુભુતિ વ્યક્ત કરી હતી. પ્રત્યેક મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની રાવે જાહેરાત કરી હતી. આગની અન્ય એક ઘટનામાં નાગાલેન્ડના દિમાપુર જિલ્લાના નાહારબારી વિસ્તારમાં લાગેલી આગમાં ત્રણ બાળક સહિત એક જ પરિવારનાં પાંચ જણનું મોત થયું હતું. આગ રવિવારે સવારે ૧૦:૪૫ વાગે લાગી હતી. ફટાકડાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગને કારણે પચાસ જેટલા પરિવારોને અસર થઈ હતી. જોકે, આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. મૃતકોના મૃતદેહ પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા હોવાનું તેમણે
કહ્યું હતું. (એજન્સી) ઉ