દિલ્હીમાં દિવાળી પર આગજનીએ તોડ્યો 110 વર્ષનો રેકોર્ડ…
નવી દિલ્હીઃ દિવાળીની રાત્રે આગ લાગવાની ઘટના બનવી કોઈ મોટી વાત નથી પરંતુ આ વખતે રાજધાની દિલ્હીમાં આગજનીની ઘટનાએ 110 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. દિલ્હીમાં આગની 320 ઘટના બની હતી. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા મુજબ, દિવાળીની રાત્રે આગ લાગવાના મોટી સંખ્યામાં કોલ આવ્યા હતા. ફાયર વિભાગને રાત્રે કુલ 320 કોલ મળ્યા હતા. જે 10 વર્ષમાં સૌથી વધારે છે.
દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા મુજબ, દિવાળીના રાત્રે આગના સેંકડો ઈમરજન્સી કોલ આવ્યા હતા. ફટાકડા ફોડતાં કે અન્ય કારણોસર ત્રણ લોકોના મોત અને 12 લોકો ઘાયલ થયા હતા. દિલ્હી ફાયર સર્વિસના ડીજી અતુલ ગર્ગના કહેવા મુજબ, મધરાતથી લઈ સવારે છ વાગ્યા સુધીમાં આગ લાગ્યાના 158 ઈમરજન્સી કૉલ મળ્યા હતા. જ્યારે સાંજે 5 થી મધરાત સુધીમાં 192 કૉલ મળ્યા હતા. કુલ મળીને 300થી વધુ ઘટના બની હતી.
કયા વર્ષે કેટલા કોલ મળ્યાં
2015 | 290 |
2016 | 243 |
2017 | 204 |
2018 | 271 |
2019 | 245 |
2020 | 205 |
2021 | 152 |
2022 | 201 |
2023 | 208 |
દિવાળી બાદ પ્રદૂષણથી કેવી રીતે બચશો
દિવાળી બાદ વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. પરંતુ તમે કેટલીક સાવધાની રાખીને ખુદને અને તમારા પરિવારને બચાવી શકો છો.
માસ્ક પહેરો
સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
ઘરના દરવાજા અને બારી બંધ રાખો
એર પ્યોરિફાયરનો ઉપયોગ કરો
યોગ અને વ્યાયામ કરો
છોડ વાવો
પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ
ધ્રુમપાન ન કરો