આપણું ગુજરાતઆમચી મુંબઈનેશનલમહારાષ્ટ્રસ્પેશિયલ ફિચર્સ

દિવાળી બાદ દેશના અનેક શહેરોમાં વધ્યું પ્રદૂષણ, આ Tips અપનાવીને રહો તંદુરસ્ત…

Diwali Air Pollution: દેશમાં 31 ઓક્ટોબરે દિવાળીનું પર્વ ધૂમધામથી મનાવવામાં આવ્યું હતું. લોકોએ ફટાકડા પણ ખૂબ ફોડ્યા હતા. ફટાકડાના કારણે દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત દેશના ઘણા શહેરોમાં પ્રદૂષણનુ સ્તર વધી ગયું છે. આ સ્થિતિમાં દિવાળી બાદ ખુદના સ્વાસ્થ્યની સંભાળ રાખવી ઘણી મહત્ત્વપૂર્ણ છે. પ્રદૂષણ વધવાથી અસ્થમા સહિત અન્ય રોગના દર્દીઓને ઘણી પરેશાની થાય છે અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.

આ પણ વાંચો : દિવાળીમાં મુંબઈગરો ઝેરી હવા શ્વાશી રહ્યો છે, કારણ છે ફટાકડા અને વાદળિયું વાતાવરણ: મલાડમાં સૌથી વધુ પ્રદૂષણ

દિવાળી બાદ પ્રદૂષણથી કેવી રીતે બચશો

દિવાળી બાદ વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. પરંતુ તમે કેટલીક સાવધાની રાખીને ખુદને અને તમારા પરિવારને બચાવી શકો છો.

માસ્ક પહેરોઃ દિવાળી પર ફટાકડા ફોડ્યા બાદ અનેક શહેરોમાં હવા ઝેરી થઈ ગઈ છે. આ સ્થિતિમાં ઘરેથી નીકળતી વખતે તમારે ઘણી સાવધાની રાખવાની જરૂર છે. પ્રદૂષણથી બચવા ઘરેથી માસ્ક પહેરીને જ નીકળો. જે પ્રદૂષણથી બચાવવામાં ઘણું મદદગારછે. હલકી ગુણવત્તાવાળા માસ્કના બદલે હંમેશા એન95 માસ્કનો જ ઉપયોગ કરો.

સ્વાસ્થ્યનું ધ્યાન રાખોઃ પ્રદૂષણથી બચવા માટે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રખવું પડશે. પ્રદૂષણની અસર ઓછી કરવા માટે ખૂબ પાણી પીઓ. જમવામાં લીલા શાકભાજી, ફળનો મહત્તમ ઉપયોગ કરો.

ઘરના દરવાજા અને બારી બંધ રાખોઃ ઘરમાં વેંટિલેશન માટે દરવાજા અને બારીને ખુલ્લા રાખવા મહત્ત્વપૂર્ણ હોય છે. જોકે સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરને ઓછું કરવા માટે ઘરના દરવાજા અને બારી બંધ રાખવા જોઈએ. તેનાથી પ્રદૂષણ ઘરની અંદર પ્રવેશ નહીં કરી શકે અને ઘરની હવા સ્વચ્છ રહેશે. દરવાજા અને બારી પર ભીના કપડાં લટકાવો, જે હવામાં રહેલા ધૂળના કણને શોષવામાં મદદ કરશે.

એર પ્યોરિફાયરનો ઉપયોગ કરોઃ જો તમારા ઘરમાં એર પ્યૂરિફાયર હોય તો તેને ચલાવો, જે હવામાં રહેતા ઝેરી તત્વોને ઓછા કરવામાં મદદ કરશે. ઉપરાંત ઘરની અંદર ધ્રુમપાન ન કરો.

યોગ અને વ્યાયામ કરોઃ યોગ અને વ્યાયામ કરવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂતથાય છે અને પ્રદૂષણના પ્રભાવથી સારી રીતે બચી શકાય છે. ઉપરાંત હેલ્ધી ડાયટ લો.

છોડ વાવોઃ છોડ પણ હવાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તમે તમારા ઘરની આસપાસ વધુમાં વધુ છોડ વાવી શકો છો. ઘરની અંદર સ્નેક પ્લાન્ટ અને સ્પાઇડર પ્લાન્ટ જેવા ઈન્ડોર પ્લાન્ટ વાવો. તેનાથી ઘરની અંદરનું પ્રદૂષણ ઘટશે અને ઓક્સિજન વધશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker