તમારી દિવાળી, અમારા તો દીપક જ બુઝાઈ ગયા, મધ્ય પ્રદેશના આ પરિવારોના ઘરોમાં અંધારુ | મુંબઈ સમાચાર
નેશનલ

તમારી દિવાળી, અમારા તો દીપક જ બુઝાઈ ગયા, મધ્ય પ્રદેશના આ પરિવારોના ઘરોમાં અંધારુ

સત્યા, યોજિતા, શિવમ, વિકાસ, ઋષિકા, આતિયા…આવા 24 નામ છે. આ પરિવારોના ઘરમાં દિવાળીનો જગમગાટ નહીં, પણ અંધકાર છે. પરિવારના ફૂલ જેવા બાળકો મૃત્યુ નથી પામ્યા, પણ કોઈની લાલચ અને કોઈની બેદરકારીને લીધે બલિ ચડી ગયા છે. આ બાળકો કે તેમના માતા પિતાનો બીજો કંઈ વાંક ન હતો.

તેમના સંતાનને શરદી ઉધરસ કે તાવ આવતો હતો એટલે તેઓ તેમને દવાખાને લઈ ગયા. અહીં ડોક્ટરે દવાના પ્રિસ્ક્રીપ્શનમાં કોલ્ડ્રિફ નામનું એક સિરપ લખી દીધું. આ સિરપ બાળકો માટે ઝહેર સાબિત થયું અને એક પછી એક એમ 24 બાળક મૃત્યુ પામ્યા.

આપણ વાંચો: ઉત્તર પ્રદેશમાંથી 3 કરોડની પ્રતિબંધિત કફ સિરપનો જથ્થો જપ્ત, ત્રણ લોકોની ધરપકડ…

કહેવાની જરૂર નથી આ ઘરોમાં કેવો માહોલ હશે. જ્યાં બાળકો મૃત્યુ પામ્યા છે તે મહોલ્લામાં પણ ગમગીની છે. બહારથી ફટકાડાના અવાજ આવે છે, શહેરમાં રોશની છે, પણ મધ્યપ્રદેશના છીદવાડા અને આસપાસના એવા 24 પરિવાર છે, જેમના ઘરે અંધારું એવું તો ઘેરાયું છે કે ખબર નહીં, ક્યારે સવાર થશે. ડોક્ટરે દિવસમાં ચાર વાર સિરપના બે-બે ટીપાં પીવડાવવા કહ્યું હતું. મા-બાપને દુઃખ તો એ વાતનું છે કે પોતે જ બાળકોને ઝેર પીવરાવી રહ્યા હતા તેની ખબર જ ન હતી.

મધ્યપ્રદેશના બૈતુલ અને છીંદવાડામાં સપ્ટેમ્બર મહિનામાં પહેલું મોત નોંધાયું હતું. અત્યાર સુધીમાં 24 બાળકના જીવ ગયા છે. શરદી, તાવ અને ઉધરસ આ સામન્ય એવી તકલીફ માટે બાળકોને આપવામાં આવેલું સિરપ કિડનીને ખરાબ કરતું હતું અને અંતે મોતનું કારણ બન્યું.

તમિલનાડુના કાંજીપુરમમાં બનતા આ સિરપમાં 48.6 ટકા ડાયથિલિન ગ્લાયકોલ હતું. એક પછી એક મોત થવા લાગ્યા ત્યારે સરકાર જાગી અને રે કોલ્ડ્રિફ પર પ્રતિબંધ મૂક્યો. છિંદવાડામાં મૃત્યુ પામેલા દરેક બાળક અને પરિવારની તકલીફો અલગ છે, પરંતુ મૃત્યુનું કારણ એક જ છે: કોલ્ડ્રિફ.

આપણ વાંચો: MP કફ સિરપ કાંડ બાદ WHOની ચેતવણી! ભારતમાં બનેલી 3 સિરપને જોખમી ગણાવી

રડતી આંખે માતા-પિતા કહી રહ્યા છે…

આ માતા પિતાની વેદનાને વાચા આવતા અમુક અહેવાલો હૃદયને હચમચાવી નાખનારા છે. દિવ્યાંશ ઉઈકે નામનો ત્રણ વર્ષનો દીકરો ગુમાવનારી મા દીપિકા બે વાક્ય બોલી ગળગળી થઈ જાય છે. 4થી સપ્ટેમ્બરે દીકરો મૃત્યુ પામ્યો, જો આજે જિવીત હોત, તો આવતીકાલે તેનો જન્મદિવસ હોત. નાનકડો દિવ્યાશ કહેતો મારા જન્મદિવસે મને સાયકલ લેવી છે. દિવ્યાશને શરદી ઉધરસ થયા, પહેલા ડોક્ટર પાસે ઈલાજ ન થયો, પ્રવિણ સોની પાસે લઈ ગયા.

તેણે કહ્યું કિડની પર અસર છે. સિરપ આપ્યું. તે પીદા બાદ બાળક વધારે સિરિયસ થયું એટલે નાગપુર લઈ ગયા. અહીં સારવારમાં કોઈએ ધ્યાન આપ્યું નહીં અને દિવ્યાંશનું મૃત્યુ થયું. દિવ્યાંશના પિતા રંગકામ કરે છે. હોમલોનના પૈસાથી દીકકાનો ઈલાજ કર્યો. દીકરો તો ન રહ્યો અને હવે માથે દેવું થઈ ગયું છે.

આવો જ એક સાત વર્ષનો દિવ્યાંશ યદુવંશી. દિવ્યાંશની નવ વર્ષની બહેન ઈશિતા ગઈ દિવાળીને યાદ કરી રડે છે. સ્કૂલનો ટોપર દિવ્યાંશ બીમાર પડ્યો અને માતા-પિતા પ્રવિણ સોની પાસે લઈ ગયા. સોનીએ સિરપ લખી આપ્યું. સિરપ પીધું તે રાત્રે જ ઉલ્ટીથઈ. પેશાબ બંધ થઈ ગયો. નાગપુર હૉસ્પટલમાં લઈ ગયા.

પરિવાર પાસે ઈલાજના પૈસા પણ ન બચ્યા. ડિસ્ચાર્જ કરાવીને ઘરે લાવવા હૉસ્પિટલની બહાર નીકળા ત્યાં તો દીકરાએ દમ તોડી દીધો. હદ તો ત્યારે થઈ કે સરકારી તંત્ર તેમના દીકરાને કફ સિરપને લીદે થયેલા મૃત્યુ માનતો જ ન હતો. મુખ્ય પ્રધાનને મળવા પણ ન દીધા. મીડિયાએ હંગામો મચાવ્યો ત્યારબાદ બાળકનું નામ સરકારી યાદીમાં આવ્યું.

એક તો પરિવારે વ્હાલસોયો દીકરો ખોયો અને હવે દેવું ઉતારવાનો બોજ છે. આ તો શું હવે દરેક દિવાળી તેમની માટે પહેલા જેવી નહીં રહે.

ડો. પ્રવિણ સોની સહિત કફ સિરપ કાંડમાં જોડાયેલાની ધરપકડ થઈ છે. તેમને સખત સજા મળશે તો પરિવારને ન્યાય તો મળશે, પણ તેમના જીવનમાં વ્યાપેલું અંધારું ક્યારે દૂર થશે?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button