ઓડિશામાં CM પટનાયક સાથે ચર્ચા નિષ્ફળ, હવે ભાજપ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપ વિવિધ રાજ્યોમાં સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કરી રહી છે. ભાજપે ઉત્તર પ્રદેશ, ઉપરાંત ઓડિસામાં પણ ગઠબંધન કરવા માટે બિજુ જનતા દળ સાથે અનેક બેઠકો કરી હતી જો કે બંને પક્ષો વચ્ચે સીટોની વહેંચણી અંગે કોઈ સમજુતી ન થતા અંતે હવે ભાજપે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
ઓડિસામાં લોકસભા સીટોની વહેંચણી અંગે રાજ્યના મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રમુખ નવીન પટનાયક સાથે ભાજપની વાતચીત નિષ્ફળ ગઈ છે, જેથી હવે રાજ્યમાં બંને પક્ષો એકબીજાની સામે ચૂંટણી લડતા જોવા મળશે. ઓડિશામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે ટ્વીટ કર્યું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP) ઓડિશાની તમામ 21 લોકસભા બેઠકો અને તમામ 147 વિધાનસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે.
આ પણ વાંચો…
ભાજપ પછી કોંગ્રેસે યાદી જાહેર કરીઃ ત્રીજી યાદીમાં 57 ઉમેદવાર જાહેર કર્યાં
ઓડિશામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે ટ્વીટ કર્યું, ‘છેલ્લા 10 વર્ષથી નવીન પટનાયકના નેતૃત્વમાં ઓડિશાની બીજેડી અનેક વખત કેન્દ્રની પીએમ મોદીજીની સરકારને રાષ્ટ્રીય મહત્વના ઘણા મુદ્દાઓ પર સમર્થન આપી રહી છે, આ માટે અમે તેમનો આભાર માનીએ છીએ.’
ઉલ્લેખનિય છે કે થોડા સમયથી ઓડિશાના સીએમ નવીન પટનાયકની પાર્ટી એનડીએમાં સામેલ થવાની ઘણી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષના નિવેદન બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઓડિશામાં બીજેપી અને બીજેડી એકબીજાની વિરુદ્ધ મુકાબલો કર