અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ મુદ્દે રાજ્યસભામાં ચર્ચા, સરકારે કહ્યું અમે સત્યની સાથે

નવી દિલ્હી : સંસદના ચોમાસા સત્રની વિપક્ષના હંગામા વચ્ચે શરુઆત થઈ છે. જેમાં વિપક્ષના હંગામા વચ્ચે લોકસભાને બે વાગ્યે સુધી સ્થગિત કરવામાં આવી છે. જયારે રાજય સભાને અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે આની તપાસ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કરવામાં આવી રહી છે. તેમજ અમે સત્યની સાથે ઉભા રહેવા પ્રતિબદ્ધ છીએ.
નિર્ણય લેતા પૂર્વે અંતિમ અહેવાલની રાહ જોવી પડશે
નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે પ્લેન ક્રેશની તપાસ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કરવામાં આવી રહી છે. જો તેમ પ્રારંભિક તપાસ અહેવાલ જોશો તો બ્લેક બોક્સમાં થોડી પણ ખામી હોત તો તેને વિદેશ મોકલવામાં આવ્યું હોત. જોકે, ભારતે પ્રથમ વાર તેને સ્વતંત્ર રીતે તપાસ કરવાનો નિર્ણય લીધો. તેમજ કોઈપણ નક્કર નિર્ણય લેતા પૂર્વે અંતિમ અહેવાલની રાહ જોવી પડશે. એર એકસીડન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો એક વિસ્તૃત, નિયમ આધારિત પ્રક્રિયાનું પાલન કરે છે અને નિષ્પક્ષ છે. તેમજ અમે સત્યની સાથે અને જે થયું તેની સાથે ઉભા રહેવા પ્રતિબદ્ધ છીએ.
સરકાર વિપક્ષના દરેક સવાલનો જવાબ આપશે.
જયારે આજે લોકસભામાં વિપક્ષે હંગામો કર્યો હતો. ત્યારે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે. સરકાર વિપક્ષના દરેક સવાલનો જવાબ આપશે. વિપક્ષના નેતા નારેબાજી કરીને સંસદનો સમય બર્બાદ ના કરે તેમજ મુદ્દાઓ પર યોગ્ય ચર્ચા કરે.
આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલ પર વિદેશી મીડિયાના ખોટા કવરેજ મુદ્દે ઉડ્ડયન મંત્રી નારાજ…