ક્ૅન્સરના કોષોનો નાશ કરવાનવી ટૅક્નિક શોધાઇ
બેંગલૂરુ: કૅન્સરના કોષોને શોધી કાઢતી અને નાશ કરતી ટેક્નિક ભારતીય વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે. અત્રેના ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સના વૈજ્ઞાનિકોએ આ શોધ કરી છે. સોના અને કોપર સલ્ફાઇડના બનેલા નેનોપાર્ટિક્લ્સ સાઉન્ડ વેવ્ઝ ઉપયોગ દ્વારા કૅન્સરના કોષો શોધી શકે છે. અને ગરમી વડે નાશ કરી શકે છે. એસીએસ એપ્લાઇડ નેનો મટિરિયલ્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં આ અંગે માહિતી આપવામાં આવી છે.
કૅન્સર સામેના જંગમાં અગાઉથી કૅન્સરના કોષો શોધી કાઢવામાં આવે અને સારવાર આપવામાં આવે તે મહત્ત્વનું છે તેવું સંસ્થાએ સોમવારે એક નિવેદનમાં કહ્યું છે. કોપર સલ્ફાઇડ નેનોપાર્ટિકલ્સ કૅન્સરના નિદાનના ઉપયોગી હતા અને ગોલ્ડ નેનોપાર્ટિકલ્સ કૅન્સરના કોષ સામે ઉપયોગ થતા હતા તેની વૈજ્ઞાનિકોને અગાઉથી જાણ હતી. આઇઆઇએસસીના વૈજ્ઞાનિકોએ કોપર સલ્ફાઇડ અને ગોલ્ડને ભેગા કરવાનો નિર્ણય કર્યો હતો. આ સંસ્થાના ડિપાર્ટમેન્ટ ઑક ઇન્સ્ટ્રુમેન્ટેશન ઍન્ડ એપ્લાઇડ ફિઝિક્સ (આઇએપીના)ના આસિસ્ટન્ટ પ્રોફેસર જય પ્રકાશે કહ્યું કે આ બન્ને ભેગા કરવાથી બનેલા નેનોપાર્ટિકલ્સ ફોટોથર્મલ, ઑક્સિડેટિવ સ્ટ્રેસ અને ફોટો એકાઉસ્ટિક પ્રોપર્ટી ધરાવે છે.
જયારે આ હાઇબ્રિડ નેનોપાર્ટિકલ્સ પર પ્રકાશ પાડવામાં આવે છે ત્યારે પ્રકાશને શોષી લે છે અને ગરમી ઉત્પન્ન કર છે જે કૅન્સરના કોષનો નાશ કરી શકે છે. કેટલાંક પ્રકારના કેન્સરના કોષની ઓળખ કરવામાં પણ આ નેનોપાર્ટિકલ્સ મદદરૂપ નીવડી શકે છે. નેનોપાર્ટિકલ્સની ફોટો એકાઉસ્ટિક પ્રોપર્ટી હોવાથી તેઓ પ્રકાશ શોષી લે છે અને અલ્ટ્રાસાઉન્ડ વેવ્ઝ ઉત્પન્ન કરે છે અને કૅન્સરના કોષની પરખ થઇ શકે છે. હાલમાં સીટી (કોમ્પ્યુટરાઇઝડ ટોમોગ્રાફી) અને એમઆરઆઇ (મેગ્નેટિક રિસોનેન્સ ઇમેજિંગ) દ્વારા હાલમાં કૅન્સરના કોષોની ઓળખ કરવામાં આવે છે. આ બન્ને સ્કેનની ઇમેજનો અભ્યાસ કરવા રેડિયોલોજિસ્ટસની જરૂર પડે છે. ઉ