નેશનલસ્પેશિયલ ફિચર્સ

રેલ્વે સ્ટેશનો પર મળશે સસ્તા ભાવે લોટ, ચોખા

ટ્રેન દ્વારા મુસાફરી પૂરી પાડવા ઉપરાંત ભારતીય રેલવે દેશમાં બીજી નવી પહેલ શરૂ કરી છે હવે તમને રેલવે સ્ટેશન ઉપર ટિકિટ ઉપરાંત રાશન સામગ્રી પણ મળશે ભારતીય રેલવે ત્રણ મહિના માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકારે ભારત બ્રાન્ડ હેઠળ સસ્તા ભાવે લોટ અને ચોખા ઉપલબ્ધ કરાવ્યા છે. હવે ભારતીય રેલ્વેએ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પસંદગીના સ્ટેશનો પર લોટ અને ચોખા પ્રદાન કરવાની યોજના શરૂ કરી છે.

આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સસ્તા ભાવે લોટ અને ચોખા આપવામાં આવશે. આ સમગ્ર સિસ્ટમ પર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ કમર્શિયલ મેનેજર દ્વારા દેખરેખ રાખવામાં આવશે વેચાણની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવશે આ એજન્સી ત્રણ મહિના સુધી વેચાણનું કામ કરશે એમ એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.


કેટલાક મહિનાઓ પહેલા લોકોને મોંઘવારીથી બચાવવા માટે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે ભારત બ્રાન્ડ ચોખા અને લોટનું વેચાણ શરૂ કર્યું હતું, જેમાં ભારત બ્રાન્ડ લોટનો ભાવ 27.50 રૂપિયા પ્રતિ કિલો અને ભારત બ્રાન્ડ ચોખાનો ભાવ 29 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવ્યો હતો. રેલ્વે સ્ટેશન ઉપર પણ હવે આ જ લોટ અને ચોખા વેચવાની તૈયારીઓ કરવામાં આવી છે. હાલમાં લોટ અને ચોખા ત્રણ મહિના માટે વેચવામાં આવશે અને જો આ યોજના સફળ થશે તો તમામ સ્ટેશનો પર તેનો વેચાણ શરૂ કરવામાં આવશે. જે સ્ટેશન પર તેનું વેચાણ કરવામાં આવશે ત્યાં સાંજે એક વાન પાર્ક કરવામાં આવશે જેમાંથી લોટ અને ચોખાનું વેચાણ કરવામાં આવશે. સાંજે માત્ર બે કલાક મોબાઈલ વાન દ્વારા માત્ર ભારત આટા અને ભારત ચોખાનું વેચાણ કરવામાં આવશે. આ પછી મોબાઈલ વાન સ્ટેશન પરિસરથી રવાના થશે. વિક્રેતાઓ મોબાઈલ વાન પર માત્ર બેનર લગાવી શકશે. તેઓ કોઇ જાહેરાત નહીં કરી શકે.

ALSO READ : મધ્ય રેલવેમાં સાત દિવસનો વિશેષ પાવર બ્લોક, જાણો લોકલ ટ્રેન પર શું થશે અસર

જાણવા મળ્યા મુજબ શરૂઆતમાં આ સુવિધા 505 રેલવે સ્ટેશન ઉપર શરૂ કરવામાં આવશે, જેમાં લખનઊ, ગોરખપુર, છપરા, બનારસ સહિત ઘણા સ્ટેશનો સામેલ છે.


દેશભરમાં જ્યારે ટામેટા અને ડુંગળીના ભાવ આત્માને પહોંચ્યા હતા ત્યારે ડુંગળી અને ટામેટા પણ ભારત બ્રાન્ડ હેઠળ વેચાતા હતા. બજારમાં ખાદ્ય ચીજવસ્તુઓની વધતી જતી કિંમતોને કારણે સરકાર લોકોને “ભારત બ્રાન્ડ”ના નામથી વાજબી ભાવે લોટ, ચોખા અને કઠોળ પુરી પાડી રહી છે. સરકારની આ વ્યવસ્થાથી મધ્યમ વર્ગના લોકોને રાહત મળી રહી છે.


દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં લોકો પાસે સમય ઓછો છે. સવારે ઘરેથી ઓફિસ જવામાં અને સાંજે ઓફિસથી પાછા ફરવામાં ઘણો સમય પસાર થાય છે. આવી સ્થિતિમાં લોકો સ્ટેશનની આસપાસથી શાકભાજી ખરીદે છે. હવે તેઓ રેલ્વે સ્ટેશન પરથી જ સસ્તા દરે ચોખા અને લોટ ખરીદી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button