નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ એવો વર્લ્ડ કપ પૂરો થઇ ગયો છે. ભારતે લીગ તબક્કાની બધી મેચો જીતીને સેમિફાઇનલ પણ જીતી લીધી હતી અને 140 કરોડ દેશવાસીઓના દિલમાં વિશઅવ કપ મેળવવાની આશા જગાવી દીધી હતી, પણ થયું કંઇક ઉલ્ટું ઇને ભારત ફાઇનલમાં હારી ગયું. હવે ભારતની હારથી નિરાશ થયેલા એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો જાણવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનાર યુવક માત્ર 23 વર્ષનો હતો. યુવકની ઓળખ રાહુલ લોહાર તરીકે થઈ છે અને તે ક્રિકેટનો પ્રશંસક હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની હાર સ્વીકારી શક્યો ન હતો અને ડિપ્રેશનના કારણે તેણે પોતાના ઘરે ફાંસી લગાવી લીધી હતી. તેના પરિવારનો દાવો છે કે ભારતની હારને કારણે રાહુલે આત્મહત્યા કરી છે.
ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી હતી. તેણે 137 રન બનાવ્યા હતા. તેના કારણે જ ઓસ્ટ્રેલિયન ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ એકંદરે છઠ્ઠું વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે.
ભારત સામેની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે સાચો સાબિત થયો. શરૂઆતમાં, ભારતીય ટીમે 10 ઓવરમાં 80 રન બનાવ્યા હતા, પરંતુ રોહિત શર્માના આઉટ થયા બાદ ભારતીય ટીમ 240 રનમાં ખખડી ગઇ હતી. જોકે, રોહિતના 47 રન, વિરાટ કોહલીના 54 રન અને કેએલ રાહુલના 66 રનના સહારે જ ટીમ ઈન્ડિયા સન્માનજનક સ્કોર કરવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા માટે માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડે સારી ભાગીદારી કરી અને ટીમને જીત અપાવી હતી.
Taboola Feed