નેશનલવેપાર

વર્તમાન નાણાકીય વર્ષમાં સીધા વેરાની વસૂલી લક્ષ્યાંક કરતાં વધશે: જાણો કેટલા ઠલવાશે સરકારની તિજોરીમાં

નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમા સીધા વેરાની વસૂલી સરકારનાં ૨૭.૦૭ લાખ કરોડ કરતાં વધુ રહેવાની શક્યતા સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના ચેરમેન રવી અગરવાલે આજે જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે કરદાતાઓએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના આવકવેરા પત્રકમાં (ઈન્કમટેક્સ રિટર્નમાં) તેની વિદેશી આવક અથવા તો અસ્ક્યામતો દર્શાવી નથી તેઓએ આગામી ૩૧મી ડિસેમ્બર સુધીમાં સુધારિત આવકવેરાપત્રક ફાઈલ કરવાનું રહેશે.

જે કરદાતાઓએ હાઈ વૅલ્યુ એસેટ્સ દર્શાવી નથી તેઓને વેરા વિભાગ એસએમએસ અને ઈ-મેઈલ પાઠવવાની પ્રક્રિયા કરી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Also Read – Parliament Winter Session:સંસદનું શિયાળુ સત્ર હંગામા સાથે શરૂ થવાની શક્યતા, સરકાર બે મહત્વના બિલ રજૂ કરશે

અત્રે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં ટેક્સપેયર્સ લૉન્જનું ઉદ્ઘાટન કરતાં તેમણે જણાવ્યું હતું કે આવકવેરાની કાયદાકીય ભાષા સરળ અને સમજાય તેવી બનાવવાની સમીક્ષા માટે અંદાજે ૬૦૦૦ કરતાં વધુ ભલામણો આવી છે. અમને આશા છે અને અને અમારુ માનવું પણ છે કે કોર્પોરેટ અને નોન કોર્પોરેટ વેરાની વસૂલીમાં વધારો થતાં વર્તમાન નાણાકીય વર્ષમાં સીધા વેરા વસૂલી સરકારના અંદાજપત્રીય લક્ષ્યાંક કરતાં વધુ રહેશે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસની તાજેતરની આંકડાકીય માહિતી અનુસાર ગત પહેલી એપ્રિલથી ગત ૧૦મી નવેમ્બર સુધીમાં સીધા વેરાની ચોખ્ખી વસૂલી ૧૫.૪૧ ટકા વધીને રૂ. ૧૨.૧૧ લાખ કરોડની સપાટીએ રહી છે.

જેમાં કોર્પોરેટ વેરાની વસૂલી ૫.૧૦ લાખ કરોડ અને નોન કોર્પોરેટ વેરા (વ્યાક્તિગત, હિન્દુ અવિભકત કુટૂંબ, ફર્મ)ની વસૂલી રૂ. ૬.૬૨ લાખ કરોડની સપાટીએ રહી હતી. આ સિવાય સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેકેસની વસૂલી રૂ. ૩૫,૯૨૩ કરોડની સપાટીએ રહી હતી.

નોંધનીય બાબત એ છે કે વર્તમાન નાણાકીય વર્ષ માટે સરકારે સીધા વેરાની વસૂલીનો લક્ષ્યાંક રૂ. ૨૨.૦૭ લાખ કરોડનો મૂક્યો છે. જેમાં ૧૦.૨૦ લાખ કોર્પોરેટ વેરાનો અને ૧૧.૮૭ લાખ કરોડ નોન કોર્પોરેટ,વ્યક્તિગત અને અન્ય વરાઓનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button