અયોધ્યામાં દીપોત્સવઃ સરયુ ઘાટમાં લેજર અને લાઈટ શોનો વાઈરલ વીડિયોએ દિલ જીત્યું
![Dipotsav in Ayodhya Viral video of ledger and light show at Sarayu Ghat](/wp-content/uploads/2024/10/Dipotsav-in-Ayodhya-Viral-video-of-ledger-and-light-show-at-Sarayu-Ghat.webp)
અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાળીને લઈ સરકાર અને જનતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે લાખો દિવા કરીને આખી રામનગરી ઝળહળી ઊઠી છે ત્યારે સરયુ નદીના ઘાટ લેજર અને લાઈટ શોથી ઝળહળી ઊઠ્યો હતો. એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. રંગબેરંગી રોશનીના ઝગમગાટ વચ્ચે લેજર અને લાઈટ શોના વીડિયોએ સોનું દિલ પણ જીતી લીધું હતું.
આ પણ વાંચો: અયોધ્યામાં દીપોત્સવઃ યોગી આદિત્યનાથે કહ્યું કાશી-મથુરા પણ…
દેશમાં દિવાળીના તહેવાર ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવી રહી છે ત્યારે આજે અને આવીતકાલે દિવાળીનું સેલિબ્રેશન કરવામાં આવશે. સતત આઠમા વર્ષે અયોધ્યાની સરયુ નદીના ઘાટ ખાતે 25 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જે એક હવે વિશ્વ રેકોર્ડ છે.
યોગી આદિત્યનાથને મળ્યું સર્ટિફિકેટ
2024ના દીપોત્સવ દરમિયાન એકસાથે 1,121 લોકોએ એકસાથે આરતી કરવામાં આવી હતી, જ્યારે 25,12,585 દીવા એકસાથે પ્રગટાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનું સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કર્યું હતું.
આ પણ વાંચો: 28 લાખ દીવાના ઝગમગાટથી ઝળહળી ઉઠી અયોધ્યા નગરી…
દીપોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ સહિત અનેક નેતાઓ અને ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. યોગી આદિત્યનાથે ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતા બનેલા કલાકારોનો રથ પણ ખેંચ્યો હતો અને સરયુ નદીની આરતી પણ ઉતારી હતી. સીએમ યોગી આદિત્યનાથે રામલલ્લાના દર્શન કર્યા હતા અને આરતી પણ ઉતારી ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.