Diljit Dosanjh Responds to Punjab Spelling Trolls
નેશનલમનોરંજન

પંજાબના ખોટા સ્પેલિંગ પર ટ્રોલ થતા દિલજીત દોસાંઝે આપ્યો જવાબ, જાણો શું કહ્યું?

આ દિવસોમાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝ તેના ‘દિલ લૂમિનાટી’ કન્સર્ટ માટે ભારતના પ્રવાસ પર છે, આ કન્સર્ટની સાથે અલગ-અલગ જગ્યાએથી વિવાદો પણ થઈ રહ્યા છે, પરંતુ હવે જે વિવાદ સાથે સિંગરનું નામ જોડાયું છે તે જરા હટકે છે.

આ પણ વાંચો : બોલીવૂડ-2024ઃ કોરોનાકાળ બાદ કઈ ફિલ્મ સૌથી વધારે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવી

દિલજીત દોસાંઝે તાજેતરમાં જ તેના ચંદીગઢ કન્સર્ટની જાહેરાત કરતી વખતે ‘પંજાબ’ની ખોટી જોડણી કરી હતી. સોશિયલ મીડિયા પરના યૂઝર્સે પંજાબના સ્પેલિંગ પર ધ્યાન જતા જ યૂઝર્સે તેને ટ્રોલ કરવાનું શરુ કર્યું હતું.

વાસ્તવમાં દિલજીત દોસાંઝે તેની પોસ્ટમાં ‘પંજાબ’ માટે ‘PuNJAB’ને બદલે ‘PANJAB’ સ્પેલિંગનો ઉપયોગ કર્યો હતો. નેટીઝન્સે સિંગરના સ્પેલિંગ પર સવાલ ઉઠાવતા લખ્યું હતું કે પાકિસ્તાનના પંજાબ માટે PANJAB સ્પેલિંગનો ઉપયોગ થાય છે.

એટલું જ નહીં, અમુક યૂઝરે એ લખ્યું હતું કે દિલજીતે તેની અન્ય તમામ કન્સર્ટ પોસ્ટ્સમાં ત્રિરંગાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેણે તેની ‘પંજાબ’ કન્સર્ટ માટે આવું કર્યું નહોતું. જેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે પંજાબી ગાયક અને અભિનેતાની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું.

પોતાને ટ્રોલ થતો જોઈને પંજાબી ગાયકે સ્પષ્ટતા કરતા પોસ્ટ કરી. નવી પોસ્ટમાં દિલજીતે લખ્યું- ‘જો કોઈ એક પોસ્ટમાં પંજાબની સાથે ત્રિરંગાનો ઉલ્લેખ નહોતો તો કાવતરું, બેંગલુરુના એક ટ્વિટમાં પણ ત્રિરંગાનો ઉલ્લેખ નહોતો.

જો પંજાબને PANJAB લખવામાં આવે તો તે ષડયંત્ર છે? પંજાબને ગમે તે રીતે લખવામાં આવે પંજાબ પંજાબ જ રહેશે. પંજ આબ – પાંચ નદીઓ. ગોરાઓની અંગ્રેજી ભાષા માટે વિવાદ ઊભો કરનારને ધન્યવાદ’

‘હું ભવિષ્યમાં પંજાબીમાં પણ પંજાબ લખીશ, હું જાણું છું કે તમે નહીં સુધરો. મારે કેટલી વાર સાબિત કરવું પડશે કે મને ભારત પ્રત્યે પ્રેમ છે. કંઈક નવું કરો, દોસ્ત, કે આ એક જ કાર્ય તમને મળ્યું છે? પંજાબને લઈને શરૂ થયેલા વિવાદ પર ઘણી પંજાબી સેલિબ્રિટીઓ દિલજીત દોસાંઝના સમર્થનમાં જોવા મળી રહી છે. જ્યારે કેટલાક ગાયકની ભૂલ માટે તેને નિશાન બનાવી રહ્યા છે.

આ પણ વાંચો : આ કારણે ઝાકિર હુસૈન લગ્ન અને કોર્પોરેટ કાર્યક્રમોમાં તબલા વાદન નહોતા કરતા

ગાયક ગુરુ રંધાવાએ કોઈપણ સ્પષ્ટતા વિના તેના X હેન્ડલ પર ત્રિરંગા ઈમોટિકોન સાથે “પંજાબ” લખ્યું. લોકોએ તેને દિલજીત પર રંધાવાનો ટોણો ગણાવ્યો, પરંતુ ગબરુ ગાયકે અચાનક આ નોટ લખવા પાછળનું કારણ જાહેર કર્યું નથી.

સંબંધિત લેખો

Back to top button