અમદવાદના કોન્સર્ટ દરમિયાન દિલજીતે રાજ્ય સરકારોને પડકાર ફેંક્યો, કહ્યું ‘માત્ર એક દિવસ માટે…’

અમદાવાદ: પંજાબી ગાયક દિલજીત દોસાંઝને તાજેતરમાં તેલંગાણા સરકાર તરફથી એક નોટીસ પાઠવવામાં (Diljit Dosanjh received notice)આવી હતી. નોટીસમાં દિલજીતને કોન્સર્ટ દરમિયાન આલ્કોહોલને લગતા ગીતો ના ગાવા સુચના આપવામાં આવી હતી. દિલજીતે તેલંગાણા સરકારની નોટિસને વખોડી કાઢી છે. દિલજીતે ઇન્સ્ટાગ્રામ પર અમદાવાદ કોન્સર્ટનો એક વિડિયો પોસ્ટ કર્યો કર્યો છે.
અમદાવાદ કોન્સર્ટ દરમિયાન તેણે કહ્યું કે તે આલ્કોહોલનું સેવન કરતો નથી અને તેની જાહેરાતો પણ કરતો નથી. આ ઉપરાંત દિલજીતે સમગ્ર ભારતમાં આલ્કોહોલ પર પ્રતિબંધ મૂકવા માટે ચળવળનું પણ આહ્વાન કર્યું હતું. તેણે રાજ્ય સરકારોને ચેલેન્જ આપી કે જો દરેક રાજ્ય દારૂ ઉપર પ્રતિબંધ લગાવી દે તો તે દારૂ પરના ગીતો ગાવાનું બંધ કરી દેશે.
મેં ભક્તિના ગીતો પણ રિલીઝ કર્યા છે:
ક્લિપની શરૂઆત દિલજીતે કહે છે કે મારી પાસે એક સારા સમાચાર છે, કે અમદાવાદ શો દરમિયાન મને કોઈ નોટિસ મળી નથી. બીજા સારા સમાચાર છે કે, હું આજે દારૂ વિશે કોઈ ગીત ગાઉં. તેણે કહ્યું કે મેં અત્યાર સુધીમાં ઘણા ભક્તિ ગીતો ગાયા છે અને છેલ્લા થોડા દિવસોમાં બે ગીતો રિલીઝ કર્યા છે, પરંતુ કોઈ તેના વિશે વાત કરતું નથી. એક પટિયાલા પેગ પરના ગીતની ચર્ચા ટીવી પર થઇ રહી છે!
બોલિવૂડ એક્ટર્સને ફટકાર લગાવી:
દિલજીતે કહ્યું કે બૉલીવુડમાં દારૂ વિશેના સેંકડો ગીતો છે, પરંતુ મેં તો માત્ર ત્રણથી ચાર ગીતો જ ગાયા છે. આજે હું દારૂ પરના ગીતો નહીં ગાઉં. ગીતોને બદલવા મારા માટે ખૂબ જ સરળ છે, કેમ કે હું દારૂ નથી પીતો. પરંતુ બોલિવૂડના એક્ટર્સ આલ્કોહોલની જાહેરાતો કરે છે, દિલજીત દોસાંઝ આવી જાહેરાતો નથી કરતો. મને કેમ છેડી રહ્યા છો? હું ચુપચાપ કાર્યક્રમ કરીને નીકળી જઉં છું.
દરેક સ્ટેટને ડ્રાય સ્ટેટ જાહેર કરી દો:
ત્યારબાદ દિલજીતે એક ચળવળ શરૂ કરવાની વાત કરી. તેણે કહ્યું “જિતને ભી સ્ટેટ્સ હૈ હમારે યહા, અગર વો સારી અપને આપ કો ડ્રાય સ્ટેટ ઘોષિત કર દેતી હૈ, અગલે હી દિન દિલજીત દોસાંઝ અપની લાઈફ મેં કભી શરાબ પે ગાના નહીં ગયેગા. મૈં પ્રણ કરતા હૂં. હો સકતા હૈ યે ? યે કોરોના મે સબ બંધ હોગાયા થા, ઠેકે બંધ નહી હુએ થે. ક્યા બાતેં કરહે હો આપ? આપ યુવાઓ કો ફુદ્દુ નહીં બના સકતે.”
તેણે વધુ એક ઓફર આપતા કહ્યું કે, “એ છોડો જ્યાં મારો કોન્સર્ટ હોય એ શહેરમાં માત્ર એક દિવસ માટે દારૂ પર પ્રતિબંધ લાગાવી જુઓ, તો હું દારૂ પર ગીતો નહીં ગાઉં.”
હું ગુજરાત સરકારનો ફેન થઇ ગયો:
દિલજીતે પોતાને ગુજરાત સરકારનો ફેન ગણાવ્યો, તેણે કહ્યું કે “જો, વાસ્તવમાં, ગુજરાત ડ્રાય સ્ટેટ છે, તો હું તેને સંપૂર્ણ સમર્થન આપું છું, હું ગુજરાત સરકારનો ફેન છું.” તેમણે એ પણ વાત કરી કે તે અમૃતસરને ડ્રાય સીટી બનવા માંગે છે.
આ ક્લિપનો અંત દિલજીતે કહ્યું કે જો દારૂની દુકાનો દેશભરમાં બંધ કરવામાં આવશે તો હું દારૂ વિશે ગીતો ગાવાનું બંધ કરી દઈશ.
નોટીસમાં શું હતું:
હૈદરાબાદમાં તેના કોન્સર્ટ દરમિયાન આલ્કોહોલ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન કરવા માટે તેલંગણા સરકારે દિલજીતને કાનૂની નોટિસ ફટકારી હતી. તેના પટિયાલા પેગ અને પંચતારા જેવા ગીતોનો ફરિયાદમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.