રીલ બનાવો અને ભારત સરકાર આપશે 15, 000 રૂપિયાનું ઈનામ… જાણો કઈ રીતે? | મુંબઈ સમાચાર
નેશનલસ્પેશિયલ ફિચર્સ

રીલ બનાવો અને ભારત સરકાર આપશે 15, 000 રૂપિયાનું ઈનામ… જાણો કઈ રીતે?

ભારતના લોકલાડિલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા અભિયાનને 10 વર્ષ પૂરી થયા છે અને આ ક્ષણને યાદગાર બનાવવા માટે ભારત સરકાર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

A Decade Of Digital India- Reel Contest નામની આ કોન્ટેસ્ટમાં એક રીલ બનાવીને તમને હજારો રૂપિયા કમાવવાનો મોકો મળી શકે છે. આવો જોઈએ આખરે શું છે આ કોન્ટેસ્ટ અને કઈ રીતે તેમાં ભાગ લઈ શકાય એ-

ડિજિટલ ઈન્ડિયા અભિયાનને શરૂ થઈને 10 વર્ષ પૂરા થયા છે અને આનું ખાસ સેલિબ્રેશન કરવા માટે ભારત સરકાર દ્વારા એક રસપ્રદ કોન્ટેસ્ટ શરૂ કરવામાં આવી છે જેનું નામ છે A Decade Of Digital India- Reel Contest. આ કોમ્પિટિશન પહેલી જુલાઈથી શરૂ થઈ છે અને પહેલી ઓગસ્ટ, 2025 સુધી ચાલુ રહેશે.

આપણ વાંચો: ફોકસ પ્લસ : ડિજિટલ ક્રેઝીનેસનું નવું નામ ઈ-ક્રિકેટ…!

આ સ્પર્ધા એવા લોકો માટે છે જે લોકોના જીવનમાં ડિજિટલ ઈન્ડિયાને કારણે કોઈ મોટું અને સકારાત્મક પરિવર્તન આવ્યું હોય પછી એ ડિજિટલ એજ્યુકેશન હોય કે ઓનલાઈન હેલ્થ સર્વિસીઝ હોય કે ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કે સરકારી યોજનાઓનો ડિજિટલ લાભ હોય. જો આ તમામ કારણોસર તમારા જીવનમાં કોઈ પણ પરિવર્તન આવ્યું હોય તો પોતાનો અનુભવ ક્રિયેટિવ રીતે રીલ સ્વરૂપે બનાવીને રજૂ કરી શકો છો.

સરકાર દ્વારા આ હરિફાઈમાં ભાગમાં લેનારા લોકોને રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ટોપ 10 વિજેતાઓને 15,000 રૂપિયા, 25 સ્પર્ધકોને 10,000 રૂપિયા અને 50 અન્ય પસંદ કરાયેલી રીલ્સને 5,000 રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે.

આપણ વાંચો: શું છે આ ડિજિટલ ચલણ? આ માહિતી તમારી માટે ખૂબ ફાયદાકારક છે, જાણી લો…

રીલ બનાવવાની શરતો વિશે વાત કરીએ તો આ રીલ ઓછામાં ઓછી એક મિનિટની હોવી જોઈએ. વીડિયો સંપૂર્ણપણે મૌલિક એટલે કે ઓરિજનલ હોવી જોઈએ અને એ પહેલાં તે બીજા કોઈ પ્લેટફોર્મ પર અપલોડ ના થઈ હોવી જોઈએ. તમે રીલ હિંદી, અંગ્રેજી કે કોઈ બીજી ભાષામાં બનાવી શકાય છે. રીલ પોર્ટેઈટ મોડમાં અને એમપી4 ફોર્મેટમાં હોવી જોઈએ.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે http://www.mygov.in/task/decadedigital-india-reel-contest પર જવું પડશે. આ સાઈટ પર તમને રીલ સબમિટ કરવાનો વિકલ્પ અને તમામ જરૂરી માહિતી મળી જશે. 2015માં શરૂ થયેલા ડિજિટલ ઈન્ડિયા મિશને ગામે ગામ સુધી પહોંચીને લોકોની જિંદગીને સરળ બનાવી છે.

તો, રાહ કોની જુઓ છો, ઉઠાવો મોબાઈલ અને બનાવી નાખો એક રીલ… શું ખબર તમે બનાવેલી રીલ જિતી જાય અને તમને ઈનામ મળી જાય? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમને પણ આ સ્પર્ધા વિશે જાણ કરો. આવી જ બીજી માહિતા જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button