
નવી દિલ્હી : દેશમાં સતત ઓનલાઇન ફ્રોડ ડિજિટલ એરેસ્ટના(Digital Arrest)કિસ્સા વધી રહ્યા છે. જેમાં હાલમાં જ બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયર સાથે ડિજિટલ એરેસ્ટ દ્વારા 12 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મળતી માહિતી મુજબ આ બે આરોપીઓએ તેમની ઓળખ ઇડી અને કસ્ટમ અધિકારીએ તરીકે આપી હતી. જેની બાદ સોફ્ટવેર એન્જિનિયર વિજય કુમારને ડિજિટલ એરેસ્ટ કર્યો હતો. તેમજ તેની બાદ તેના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી 12 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
મુંબઇના કોલાબાના ક્રાઈમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપી
આ કેસની પોલીસે આપેલી વિગતો મુજબ બંને આરોપીઓએ સોફ્ટવેર એન્જિનિયર વિજય કુમારની બેંક માહિતી એકત્ર કરી હતી. જેમાં વિજય કુમાર શેરબજારમાં ટ્રેડિંગથી 11.84 કરોડ કમાયા હોવાનું જાણવા મળ્યું હતું. જેની બાદ આ યુવકને બંને આરોપીઓએ 11 નવેમ્બરના રોજ આઇવીઆર કોલ આવ્યો હતો. તેમજ આ નંબરનો દૂરઉપયોગ થયો છે અને તેને બે કલાકમાં ડિસકનેકટ કરવામાં આવશે. જ્યારે તેણે કારણ પૂછ્યું તો અન્ય ફોન પરથી કોલ આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે તે મુંબઇના કોલાબાના ક્રાઈમ બ્રાન્ચ અધિકારી છે અને તેના આધાર નંબર સાથે કોલાબામાં કેસ નોંધવામાં આવ્યો છે. યુવકને કહેવામાં આવ્યું હતું કે નરેશ ગોયલ નામના વ્યક્તિની 6 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી તારી વિગતો મળી છે.
ખાતામાં પાછા મોકલવામાં આવશે
જેના પગલે આ યુવાન ખૂબ જ ડરી ગયો અને તેનો ફાયદો ઉઠાવીને આરોપીએ તેની બેંકમાં જમા રકમ અંગેની બધી માહિતી તેની પાસેથી છીનવી લીધી. તેમને કહેવામાં આવ્યું હતું ખાતામાંથી પૈસા આરબીઆઇના ખાતામાં જમા કરાવવા પડશે અને એકવાર ચકાસણી થઈ ગયા પછી પૈસા તેમના ખાતામાં પાછા મોકલવામાં આવશે.
Also read: ડિજિટલ એરેસ્ટ ફ્રોડ: સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે 71 લાખ પડાવ્યા…
મની લોન્ડરિંગ કેસમાંથી બહાર કાઢવા માટે નાણાંની માંગણી
જેની બાદ યુવકે 11 નવેમ્બરના રોજ આઈસીઆઇસીઆઇ બેંકના ખાતામાં 75 લાખ રૂપિયા બીજા દિવસે યુકો બેંકના ખાતામાં 3 કરોડ 14 લાખ રૂપિયા જમા કરાવ્યા. જો કે તેની બાદ તેને મની લોન્ડરિંગ કેસમાંથી બહાર કાઢવા માટે વધુ પૈસા માંગવામાં આવ્યા. તેમજ યુવકના ડરનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ 97 લાખ, 25 લાખ રૂપિયા અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.તેની બાદ 1 કરોડ, 56 લાખ, 96 લાખ અને છેલ્લે 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા.
12 ડિસેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવી
જોકે તેની બાદ જ્યારે યુવકને ખ્યાલ આવ્યો કે તેની સાથે ડિજિટલી એરેસ્ટના નામે ફ્રોડ થયો છે. તેણે પોતાની બધી કમાણી ગુમાવી દીધી. તેની બાદ યુવકે 12 ડિસેમ્બરે પોલીસની સાયબર, ઇકોનોમિક અને નાર્કોટિક્સ (CEN) શાખામાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં યુવકે પોલીસને જણાવ્યું હતું કે 11 નવેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન ડિજિટલ છેતરપિંડી કરનારાઓએ તેની પાસેથી 11 કરોડ 84 લાખ રૂપિયા પડાવી લીધા હતા.