ધર્મતેજનેશનલ

શું હકીકતમાં જ રાવણને દસ માથા હતા? આજે તમને એ પાછળની સ્ટોરી જણાવીએ-

હિંદુ ધર્મમાં આસો મહિનાના શુક્લ પક્ષની દસમના દિવસે દશેરાની ઊજવણી કરવામાં આવે છે. આપણે ત્યાં દશેરાને અસત્ય સામે સત્યની જિત તરીકે પણ જોવામાં આવે છે અને દશેરાના દિવસે દેશભરમાં રાવણદહન કરવામાં આવે છે. પરંતુ ક્યારેય એવો સવાલ થયો છે ખરો કે શું ખરેખર રાવણને દસ માથા હતા? જો હા તો એવું કેમ હતું? ચાલો આજે તમને અહીં તમારા સવાલના જવાબ મળી જશે.

પૌરાણિક કથા અનુસાર રામાયણના મુખ્ય પાત્ર રાવણને દશાનન તરીકે પણ ઓળખવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે રાવણને દસ માથા ભગવાન શિવના આશીર્વાદથી પ્રાપ્તક થયા હતા. એવી માન્યતા છે કે રાવણ ભગવાન શિવના પરમભક્ત હતા અને જ્યારે તપશ્ચર્યા કરીને પણ રાવણને ભગવાન શિવના દર્શન ના થયા એટલે તેમણે પોતાનું માથું કાપીને શિવજીના ચરણોમાં અર્પણ કરી દીધું અને તો પણ એમને કંઈ ના થયું. એની જગ્યાએ બીજું માથું ઉગી આવ્યું હતું. આવું જ સતત નવ વખત થયું. જ્યારે દસમી વખત આવું થયું ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન થયા અને રાવણને દર્શન આપીને દશાનન થવાનું વરદાન આપ્યું.

આ ઉપરાંત હિંદુ ધર્મમાં એક બીજી માન્યતા છે અને એ માન્યતાની વાત કરીએ તો રાવણ પરમજ્ઞાની હતા અને એને ચાર વેદ અને છ દર્શનનું જ્ઞાન હતું. રાવણના 10 માથાને ધર્મના ગણીને 10 બદીનું પ્રતિક માનવામાં આવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, ચિત્ત અને અહંકારનું પ્રતિક માનવામાં આવે છે. જોકે, એક કથા અનુસાર રાવણ પાસે એક નવ મણિવાળી મોતીની માળા હતી. આ માળા રાવણને માતા કૈકસીએ આપી હતી અને એના પ્રભાવને કારણે લોકોને રાવણને દસ માથા હોવાનો ભાસ થતો હતો.

રામાયણના વિલન ગણાતા રાવણમાં ખામીઓની સાથે સાથે ખુબીઓ પણ હતી. એવું કહેવાય છે કે રાવણને તંત્ર, મંત્ર, ગીત-સંગીત વગેરેનું જ્ઞાન હતું. રાવણ એક મહાન તપસ્વી અને શિવજીના પરમ ભક્ત હતા. આ જ કારણ છે કે જ્યારે રાવણ અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે ભગવાન રામે પોતાના ભાઈ લક્ષ્મણને તેની પાસેથી જ્ઞાન લેવાનું જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button