નેશનલ

શું રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી અલગ થયાં? રાજની પોસ્ટ થઇ વાયરલ, ફેન્સને લાગ્યો ધક્કો

મુંબઇ: શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા આજકાલ ખૂબ ચર્ચામાં છે. રાજે હાલમાં જ તેની ડેબ્યુ ફિલ્મ યુટિ ૬૯ની જાહેરાત કરી છે. આ ફિલ્મ દ્વારા રાજ એક્ટિંગની દુનિયામાં ડગલું માંડશે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન રાજ કુંદ્રાએ એક એવી પોસ્ટ શૅર કરી છે જેને જોઇને ફેન્સ આઘાત અને આશ્ર્ચર્ય બંને થઇ રહ્યું છે. રાજે સોશિયલ મીડિયા પર તેના સેપ્રેશનની એનાઉન્સમેન્ટ કરી છે. જોકે તેણે આ પોસ્ટમાં કોઇ મેન્શન નથી કર્યું. આ પોસ્ટને કારણે ફેન્સ નારાજ થયા છે તેમને લાગી રહ્યું છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા અલગ થવાના છે.

ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના ૨૦૦૯માં લગ્ન થયા હતાં. તેમના લગ્નને હવે ૧૪ વર્ષ પૂરાં થવાનાં છે. દરેક મુશ્કેલની ઘડીએ બંને એક બીજાનો સાથ આપતાં દેખાયાં છે ત્યારે હવે આ પોસ્ટ જોઇને ફેન્સને ટેન્શન થઇ ગયું છે, તો ઘણાં લોકો આને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યાં છે.

રાજ કુંદ્રાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના એક્સ (પહેલાંનું ટ્વિટર) એકાઉન્ટનો સ્ક્રિનશોટ શૅર કર્યો છે. જેમાં રાજે લખ્યું છે કે અમે અલગ થઇ ગયા છીએ. અને તમને બધાને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ ઘડીએ તમે અમને સમય આપો. સાથે જ રાજે હાથ જોડતું અને હાર્ટવાળું ઇમોજી પણ શૅર કર્યું છે. જોકે આ બાબતે શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક પણ પોસ્ટ નથી કરી.

રાજની આ પોસ્ટ પર ઘણી કમેન્ટ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, સેપ્રેટેડનો મતલબ તલાક થાય છે. ત્યાં બીજા યુઝરે લખ્યું કે આ તો પબ્લિસિટી સ્ટન્ટ છે. ત્યાં કોઇએ લખ્યું કે જરૂર તેના માસ્ક અંગે વાત કરતો હશે. મોટાભાગના લોકો માને છે કે આ પોસ્ટ લાઇમ-લાઇટમાં રહેવા માટે કરી હશે.

રાજ કુંદ્રાની ફિલ્મ યૂટી ૬૯ની વાત કરીએ તો આ આર્થર રોડ જેલમાં વ્યતીત કરેલા દિવસોની વાર્તા છે. રાજને પોર્નોગ્રાફીના મામલે જુલાઇ ૨૦૨૧માં અરેસ્ટ કરવામાં આવ્યો હતો. તે બે મહિના જેલમાં હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button