જાણીતા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામીએ હિંદુઓ માટે આપ્યું મહત્ત્વનું નિવેદન
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તાજેતરમાં જણાવ્યું હતું કે કુંભકર્ણ બાદ જો કોઇ ગાઢ નિંદ્રામાં સૂતું હોય તો તે હિંદુઓ છે. હવે સમય આવી ગયો છે. તેમણે જાગવાની અને પોતાની એકતાને મજબૂત કરવાની જરૂર છે . તેમણે રાજસ્થાનના ભીલવાડા શહેરમાં હનુમાન કથા દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો: હિંદુઓ એક્તા દર્શાવશે તો…. જાણો શું બોલ્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હનુમાન કથા દરમિયાન હિંદુ એકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં સુધી મારા શરીરમાં જીવ છે, હું હિંદુઓ માટે બોલીશ અને તેમના માટે લડીશ. શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે હિન્દુ સમાજે હવે જાગવું પડશે અને પોતાની એકતા જાળવી રાખવી પડશે. તેમણે કહ્યું હતું કે હિંદુ સમાજે હવે પોતાની સ્થિતિ સુધારવા માટે જાગૃત બનવું પડશે.
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિંદુ એકતા અને સનાતન જાગૃતિ માટેના મોટા પગલા લેવાની જાહેરાત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે 21 થી 29 નવેમ્બર સુધી બાગેશ્વર ધામથી ઓરછા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ પછી, રાજસ્થાન અને દેશના વિવિધ ભાગોમાં વધુ માર્ચ કાઢવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય જાગૃતિ લાવવાનો અને હિન્દુ સમાજને એક કરવાનો છે.
આ પણ વાંચો: “બાંગ્લાદેશના હિન્દુઓને માટે ભારતે દ્વાર ખોલવા જોઈએ” ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી અપીલ
અત્યારે હિંદુ સમાજની હાલત ખૂબ જ ખરાબ છે, એમ જણાવતા તેમણે કહ્યું હતું કે “કુંભકર્ણ પછી જો કોઈ સૂઈ ગયું છે, તો તે હિન્દુ છે.” તેમનો કહેવાનો અર્થ એ હતો કે હિંદુ સમાજ હજુ તેની ખુદની શક્તિઓને સમજી શક્યો નથી, અને હવે તેને જાગૃત કરવાનો સમય આવી ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે હિન્દુ સમાજે હવે ઘરની બહાર આવીને પોતાની તાકાત બતાવવી પડશે. હવે ‘કરો યા મરો’નો સમય આવી ગયો છે કારણ કે ભારત એક વિશાળ સંકટનો સામનો કરી રહ્યું છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવા માટે દેશભરમાં પદયાત્રાઓ કાઢવામાં આવશે.