ક્યારેક હાથમાં બંદુક, ક્યારે સિંહ-ચિત્તા સાથે ટશન… 351 કરોડ કેશવાળા ધીરજ શાહુની અજબ ગજબ ફોટાઓ…

કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ ધીરજ સાહુ અલગ અલગ જગ્યાએથી 351 કરોડ રૂપિયાની રોકડ અને મોટા પ્રમાણમાં દાગિના મળ્યા બાદથી જ હેડલાઈન્સમાં રહ્યા છે. તેમના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે પરંતુ આ બધા વચ્ચે વિદેશમાં વેકેશન માણતી વખતે તેમણે પડાવેલા પ્રાણીઓ સાથેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
વાઈરલ આ ફોટોમાં ધીરજ સાહુ ક્યારેક હાથમાં બંદુક લઈને ક્યારે સિંહ અને ચિત્તા સાથે ટશનમાં પોઝ આપતા ફોટો પડાવી રહ્યા છે. ચિત્તા અને સિંહ સાથેના તેમના જે ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે એ ફોટો સિંગાપોરના એક પ્રાણી સંગ્રહાયલયના હોવાનું કહેવાય છે કે જ્યાં તેઓ ફરવા માટે ગયા હતા.
તમને જણાવી દઈ કે ધીરજ સાહુ સામે આવકવેરા વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેની એક નોંધ પણ રાખવામાં આવી છે. કોઈ પણ વિભાગ દ્વારા એક જ ઓપરેશનમાં અત્યાર સુધી જપ્ત કરવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. આવકવેરા વિભાગ દ્વારા સાહુ સામે છઠ્ઠી ડિસેમ્બરના આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દરોડા ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તેમના 9થખી વધારે જગ્યા પર પાડવામાં આવ્યા છે.
સાહુના ઠેકાણા પર કુલ 176 બેગમાં રોકડ છુપાવી રાખવામાં આવી હતી. આ બેગમાં રાખવામાં આવેલી રોકડની ગણતરી શરૂ કરવામાં આવી હતી. રવિવારે મોડી સાંજે ભારતીય સ્ટેટ બેંકના ક્ષેત્રીય પ્રબંધક ભગત બોહરાએ જણાવ્યું હતું કે તેમને ગણતરી માટે 176 બેગમાં રોકડ પૈસા મળ્યા હતા. રોકડ ગણવા માટે આવકવેરા વિભાગ અને વિવિધ બેંકના આશરે 80 અધિકારીની ટીમે 24 કલાકની શિફ્ટમાં કામ કર્યું હતું.
સુરક્ષા કર્મચારીઓ, ડ્રાઈવરો અને અન્ય કર્મચારી સહિત 200 અધિકારીઓની એક ટીમ આ કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી, કારણ કે અલગ અલગ જગ્યાઓ પર રોકડથી ભરેલા 10 કબાટ મળી આવ્યા હતા. એક તરફ જ્યાં ઝારખંડ ભાજપ સાહુની તાત્કાલિક ધરપકડની માગણી કરી રહી છે ત્યાં તેના એક જૂના ટ્વીટને લઈને એના પર નિશાનો સાધ્યો છે.
ધીરજ સાહુનું એક જૂનું ટ્વીટ વાઈરલ થઈ રહ્યું છે જેમાં તેઓ કાળા નાણાંને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે લોકો આટલા કાળા નાણાં ક્યાંથી જમા કરે છે. ભાજપ આઈટી સેલના હેડ અમિત માલવિય એ ધીરજ સાહુના આ જૂના ટ્વીટ પર નિશાનો સાધતા કહ્યું હતું કે આટલા કાળા નાણા ક્યાંથી જમા કરે છે. ધીરજ પ્રસાદ સાહુને સેન્સ ઓફ હ્યુમર કમાલનો છે.