મહાકુંભમાં સનાતન બોર્ડની રચનાની માંગ સાથે ધર્મ સંસદનું આયોજન

પ્રયાગરાજ: હાલ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આધ્યાત્મિક ગુરુ અને કથાકાર દેવકીનંદન ઠાકુરે ધર્મ સંસદ બોલાવી હતી. ધર્મ સંસદનો મુખ્ય ઉદ્દેશ એક સનાતન બોર્ડની સ્થાપના કરવાનો છે. આ કાર્યક્રમમાં અનેક સાધુ, સંતો ઉપસ્થિત રહ્યા છે. અભિનેતા સુનિલ શેટ્ટી અને હેમા માલિનીએ ધર્મ સંસદમાં જોડાવા અપીલ કરી છે.
સનાતન બોર્ડની રચનાનો ઉદેશ્ય
દેવકીનંદન ઠાકુર મહારાજે કાર્યક્રમના ઉદ્દેશ્ય વિશે વાત કરતાં કહ્યું હતું કે, “આપણે બધા ઇચ્છીએ છીએ કે સનાતન બોર્ડની રચના થાય. અમે સરકાર સમક્ષ એક પ્રસ્તાવ મૂકી રહ્યા છીએ. બધા ધર્માચાર્યો પણ ઇચ્છે છે કે સનાતનનો વિકાસ થાય અને મંદિરો સુરક્ષિત રહે – આ માટે એક ધર્મ સંસદ શરૂ થવા જઈ રહી છે. હું તેની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યી છું અને તેમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.
હેમા માલિનીએ કરી અપીલ
અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ પણ ધર્મ સંસદ અંગે લોકોને અપીલ કરી છે. અભિનેત્રીએ વીડિયો શેર કરતા કહ્યું, ‘સનાતન ધર્મના બધા લોકો માટે સૌભાગ્યની વાત છે કે 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે.’ દેવકીનંદન ઠાકુરજીના નેતૃત્વમાં ત્યાં ધર્મ સંસદ બોલાવવામાં આવી છે, જેમાં સનાતન બોર્ડની રચના અને સનાતન ધર્મના રક્ષણ અંગે ચર્ચા કરવામાં આવશે. આપ સૌને આમાં અવશ્ય સહભાગી થવા વિનંતી છે.
આ પણ વાંચો : પ્રયાગરાજમાં આજે લાગશે જ્યોતિષનો મહાકુંભ
ધર્મચાર્યોની હાજરી
આ આયોજનમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી જી મહારાજ, જગદગુરુ નિમ્બાર્કાચાર્ય શ્રીજી મહારાજ, આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરિ જી મહારાજ, મહામંડલેશ્વર સંતોષ દાસ જી મહારાજ, સતુઆ બાબા જી, જગદગુરુ રાઘવાચાર્ય જી મહારાજ સહિત ઘણા અગ્રણી સંતો, ગુરુઓ અને સનાતન નેતાઓ ભાગ લેશે તેમ માનવામાં આવે છે.