14 કે 15 જાન્યુઆરી, જાણો ક્યારે છે મકર સંક્રાંતિ, પૂજા વિધિ…
હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવા વર્ષનો આ પહેલો તહેવાર છે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં જવાનું શરૂ કરે છે. આ દિવસે ખાસ કરીને સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવાથી અને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શુભ ફળ મળે છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (10-12-24): વૃષભ, કર્ક અને કન્યા રાશિના જાતકોને આજે થશે આકસ્મિક ધનલાભ, જાણો શું છે તમારી રાશિના હાલ…
આ ઉપરાંત જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ તહેવાર નવા પાકના આગમનને પણ દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂર્ણ વિધિ-વિધાન સાથે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા અને ખુશીઓ બની રહે છે. આ વર્ષે મકરસંક્રાંતિની તારીખને લઈને ઘણી મૂંઝવણ છે. કેટલાક લોકો તેને 14 જાન્યુઆરીએ ઉજવવાની વાત કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને 15મી જાન્યુઆરીએ ઉજવવાનું જણાવે છે. તો ચાલો જાણીએ મકર સંક્રાંતિ ક્યારે છે અને સ્નાન અને દાનનો સમય શું છે.
જ્યોતિષાચાર્યો જણાવે છે કે વર્ષ 2025માં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી, મંગળવારે ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય ભગવાન સવારે 9.03 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી આ દિવસે સવારથી લઇને સાંજે 06:56 કલાક સુધી શુભ સમય રહેશે.
મકરસંક્રાંતિ પર ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો પવિત્ર સ્થળોએ સ્નાન કરે છે અને સૂર્ય ભગવાનની પ્રાર્થના કરે છે અને તેમને જળ અર્પણ કરે છે. એમ માનવામાં આવે છે કે જે લોકો મકરસંક્રાંતિ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન કરે છે તેઓ સામાન્ય દિવસો કરતાં અનેકગણું વધુ પુણ્ય પ્રાપ્ત કરે છે. સૂર્યને સરકારી ક્ષેત્ર માટે જવાબદાર ગ્રહ પણ માનવામાં આવે છે, અર્થાત જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તેને સરકારી નોકરીમાં ઉન્નતિ અને પ્રગતિના ઘણા ચાન્સ હોય છે. કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠામાં ઉન્નતિ માટે પણ કુંડળીમાં સૂર્ય ગ્રહની યોગ્ય પોઝિશન મહત્વની છે.
આ પણ વાંચો : તમે ખાવ છો એ આદું અસલી છે કે નકલી? ભેટમાં આપી શકે છે જીવલેણ બીમારી…
મકર સંક્રાતિના દિવસે દાન ધરમનું પણ ઘણું મહત્વ છે. તમે ગરીબોને કોઇપણ વસ્તુનું દાન કરી શકો છો.