Vaishnodeviના ભક્તોને હવે નવા પ્રકારનો પ્રસાદ મળશે
દર વર્ષે કરોડો ભક્તો જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત માતા રાનીના દર્શને આવે છે અને પોતાનું જીવન ધન્ય થયું એમ માને છે. આ વખતે પણ માતાના દર્શન માટે આવતા ભક્તોની મોટી ભીડ જોવા મળે છે. આ વખતે માતાના દર્શન માટે આવતા ભક્તોને વિશેષ પ્રકારનો પ્રસાદ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ એવો પ્રસાદ હશે જે બગડવાની ચિંતા જ નહીં હોય. હવે માતાના દરબારમાં આવનાર ભક્તોને પ્રસાદ તરીકે નર્સરીના છોડ આપવામાં આવશે. શ્રી માતા વૈષ્ણોદેવી જી શ્રાઈન બોર્ડ પ્રશાસને આ માટે ઉત્તર ભારતની હાઈટેક નર્સરી તૈયાર કરી છે.
શ્રી માતા વૈષ્ણો દેવી જી શ્રાઈન બોર્ડ પ્રશાસને હાઈટેક નર્સરી તૈયાર કરી છે, જેમાં ઘણા રોપા અને છોડ તૈયાર કરવામાં આવ્યા છે. બોર્ડ પ્રશાસન જમ્મુ-કાશ્મીરમાં મોટાભાગે જોવા મળતા વૃક્ષો અને છોડને ભક્તોને પ્રસાદ તરીકે આપવા જઈ રહ્યું છે. શ્રાઈન બોર્ડ પ્રશાસનનો એવો પણ દાવો છે કે હાઈટેક નર્સરીમાં તૈયાર થઈ રહેલા વૃક્ષો અને છોડને શ્રી માતા વૈષ્ણો દેવીજીના ત્રિકુટા પર્વતો પર વાવવામાં આવશે, જે હરિયાળીમાં વધારો કરશે. આ ઉપરાંત શ્રાઈન બોર્ડ પ્રશાસને ત્રિકુટ પર્વતોમાં પાંચ લાખ વૃક્ષો વાવ્યા હોવાનો પણ દાવો કર્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં નિહારિકા ભવન કટરામાં એક દુકાનમાં વૃક્ષો અને છોડનું કાઉન્ટર બનાવવામાં આવશે, જ્યાંથી ભક્તો વૃક્ષો અને છોડને પ્રસાદ તરીકે પોતાને ઘરે લઈ જઈ શકશે.
વૈષ્ણો દેવીની હાઇટેક નર્સરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં હ્યુમિડીફાયરની વ્યવસ્થા છે અને વૃક્ષો અને છોડની સમયાંતરે તપાસ પણ કરવામાં આવે છે. હાલમાં તો સ્થાનિક લોકો પણ હાઈટેક નર્સરીનો લાભ લઈ રહ્યા છે કારણ કે તેમને દરેક વૃક્ષ અને રોપા ઓછા ભાવે મળી રહ્યા છે.
Also Read –