નેશનલ

દેવેન્દ્ર સિંહ રાણાના નિધનથી કાશ્મીરને કેમ લાગ્યો આઘાત: PM Modi એ શોક વ્યક્ત કર્યો…

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને જમ્મુ કાશ્મીરની નગરોટા બેઠકના વર્તમાન વિધાનસભ્ય
દેવેન્દ્ર સિંહ રાણાનું ગુરુવારે નિધન થયું. ફરિદાબાદની હોસ્પિટલમાં તેમનું નિધન થયું. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સની ટિકિટ પર દેવેન્દ્ર સિંહ રાણા ચૂંટણી જીત્યા હતા, જ્યારે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે 30,472 મતથી જીત્યા હતા.

આ પણ વાંચો : જાણીતા અર્થશાસ્ત્રી, પીએમની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ Bibek Debroyનું થયું નિધન

દેવેન્દ્ર સિંહ રાણાએ પ્રતિસ્પર્ધી ઉમેદવાર જોગિન્દર સિંહને 17,641 મત મળ્યા હતા. જોકે, દેવેન્દ્ર સિંહ રાણાના નિધનથી કાશ્મીર જ નહીં, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આઘાત લાગ્યો હતો. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વિધાનસભ્ય અને જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર સિંહ રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું હતું કે દેવેન્દ્ર સિંહ રાણાનું અકાળે અવસાન આઘાતજનક છે. તેઓ વરિષ્ઠ નેતા હતા અને તેમણે જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે ખંતપૂર્વક કામ કર્યું હતું. તેઓએ તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને જમ્મુ-કાશ્મીરમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દુઃખની આ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ.

નોંધનીય છે કે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહના ભાઇ રાણા (૫૯)ની હરિયાણાના ફરીદાબાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમનું નિધન થયું હતું. રાણા ૨૦૨૧માં ભાજપમાં જોડાયા તે પહેલા દાયકાઓ સુધી જમ્મુ ક્ષેત્રના પ્રખર નેતા અને નેશનલ કોન્ફરન્સનો અગ્રણી ચહેરો રહ્યા હતા.

આ પણ વાંચો : ભાજપના સૌથી વરિષ્ઠ કાર્યકર્તા ભુલઈભાઈનું 111 વર્ષની વયે નિધન, કેસરી ગમછો હતી ઓળખાણ

ધારા ૩૭૦ નાબૂદ કર્યા બાદ રાણા જમ્મુ ઘોષણાના હિમાયતી બન્યા હતા, ખાસ કરીને જમ્મુ પ્રદેશ માટે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની હાકલ કરી હતી. તેમણે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના નગરોટા મતવિસ્તારમાંથી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ માર્જિનથી જીત મેળવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button