ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના લીધે હવાઇ સેવાને અસર, મુસાફરોને સુવિધા આપવા મંત્રાલયનો આદેશ

નવી દિલ્હી : દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં વધતી ઠંડી અને ગાઢ ધુમ્મસના લીધે હવાઇ સેવાઓને પણ અસર પડી રહી છે. ગાઢ ધુમ્મસના લીધે વિઝિબીલીટીમાં પણ ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા બે દિવસથી દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પરથી અનેક ફલાઇટ રદ થઇ છે. ત્યારે આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે તમામ એરલાઇન્સને મુસાફરોની સલામતીના નિયમોનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. . તેમજ જો ફ્લાઇટમાં વિલંબ થાય તો ભોજનની વ્યવસ્થા કરવા અને ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સામાં મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવે.
દિલ્હી એરપોર્ટ પર 118 ફ્લાઇટ રદ કરવામાં આવી
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 118 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.જયારે 16 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે 130 ફ્લાઇટમાં વિલંબ થયો છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ફક્ત તે જ વિમાનો પ્રભાવિત થયા હતા જે ઓછી વિઝિબીલીટી માં સંચાલન કરવા માટે તકનીકી રીતે સક્ષમ નથી. આ ઉપરાંત જેમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસજેટ સહિત અનેક એરલાઈન્સે ખરાબ હવામાનને કારણે ચેતવણી જાહેર કરી છે.
એર ઇન્ડિયાએ ફોગકેર પહેલની જાહેરાત કરી
જ્યારે એર ઇન્ડિયાએ મુસાફરોને મદદ કરવા માટે “ફોગકેર” પહેલની જાહેરાત કરી છે. આ પહેલ હેઠળ જો ધુમ્મસને કારણે ફ્લાઇટ પ્રભાવિત થવાની સંભાવના હોય, તો મુસાફરો કોઈપણ વધારાના ખર્ચ વિના તેમની મુસાફરીની તારીખો ફરીથી શેડ્યૂલ કરી શકે છે. અથવા કોઈ પણ કપાત વિના સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે મુસાફરોને મદદ કરવા માટે મુખ્ય એરપોર્ટ સ્થળોએ તેનો ગ્રાઉન્ડ સ્ટાફ તૈનાત છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અસરગ્રસ્ત એરપોર્ટ પર સહાયક ટીમો પણ તૈનાત કરી છે.
આપણ વાંચો: કોણ છે અવીવા બેગ? જાણો ગાંધી-વાડ્રા પરિવારની થનારી વહુના નામનો અર્થ અને એટુ ઝેડ માહિતી એક ક્લિક પર…



