નેશનલ

સુરતમાં ડેન્ગ્યૂ-મલેરિયાના કેસની સંખ્યામાં વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં ડેન્ગ્યૂ-મલેરિયાના વધી રહેલા કેસો વચ્ચે સિવિલ હૉસ્પિટલ અને સ્મીમેર હૉસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. પાલિકાનું ફોગિંગ અને સર્વે કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવી સ્થિતિ છે. અનેક સોસાયટી એવી છે કે જ્યાં ડેન્ગ્યૂ અને મલેરિયાના ઘણા દર્દી છે. માત્ર સિવિલમાં જ છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુના ૨૯૬ અને મલેરિયાના ૫૪૪ દર્દીએ સારવાર લીધી છે. સિવિલ ઓપીડીમાં જૂન, જુલાઇની સરખામણીમાં ઑગસ્ટમાં કેસ પાંચ ગણા વધી રોજના ૮૦૦ થઈ ગયા છે. હવે રેસિડેન્ટ ડૉક્ટરો પણ ડેન્ગ્યૂની ઝપટમાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ સિવિલ હૉસ્પિટલમાં રોજ સરેરાશ ૮૦૦ દર્દી આવી રહ્યા છે. ડેન્ગ્યૂને કારણે સિવિલમાં બે દર્દીના મોત થયા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઑગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ડેન્ગ્યૂ, મલેરિયાની સાથે હવે ચીકનગુનિયાના કેસ પણ સામે આવી રહ્યા છે. ડેન્ગ્યૂ અને ચીકુનગુનિયાનાં લક્ષણો સરખા હોવાથી નિદાનમાં તબીબો પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત વાયરલ ઈન્ફેક્શનના કેસો વધતાં હૉસ્પિટલોની ઓપીડીમાં
અને દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં વધારાના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. જો કે, હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની સામે પાલિકાના ચોપડે ડેન્ગ્યૂ, મલેરિયા અને ચીકુનગુનિયાના આંકડાઓમાં જમીન આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે.
પાલિકાના આરોગ્ય વિભાગ અને પાલિકાની સ્મીમેરના આંકડામાં જ મોટો તફાવત છે. ઑગસ્ટમાં આરોગ્ય વિભાગ ડેન્ગ્યૂના ૩૨ કેસ અને સપ્ટેમ્બરમાં ૧૪ કેસ હોવાનું જણાવી રહ્યો છે. સ્મીમેરમાં જ ઓગસ્ટમાં ડેન્ગ્યૂના ૬૩ અને સપ્ટેમ્બરમાં ૫૬ દર્દી નોંધાયા છે. મલેરિયામાં આરોગ્ય વિભાગમાં ઑગસ્ટમાં ૯૫ કેસ અને સપ્ટેમ્બરમાં ૩૧ કેસ નોંધાયા છે તેની સામે સ્મીમેરમાં ઑગસ્ટમાં ૨૨૭ અને સપ્ટેમ્બરમાં ૧૦૨ દર્દીઓ નોંધાયાછે. સિવિલમાં એચઓડીએ જણાવ્યું હતું કે ડેન્ગ્યૂ, મલેરીયા માટે નવો વોર્ડ શરૂ કર્યો છે, જ્યાં હાલમાં ૨૫ દર્દી છે. પહેલા ૫૦૦થી ૬૦૦ દર્દીઓ ઓપીડીમાં આવતા હતા, પરંતુ હાલમાં ૮૦૦થી વધુ આવે છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker