સ્વિગીના ડિલીવરી બોયએ દર્દી હોવાનો દેખાડો કરીને મહિલા ડૉક્ટરની સોનાની ચેન લૂંટી લીધી હોવાનો આંચકાજનક બનાવ દક્ષિણ મુંબઇના પેડર રોડ વિસ્તારમાં આવેલી ક્લિનિકમાં નોંધાયો હતો. લૂંટ કરતા પહેલા આરોપીએ લેડી ડોક્ટરના ટેબલ પર એક ડાયરી મૂકી દીધી હતી, જેમાં તેણે લૂંટ માટે ‘સોરી’ લખ્યું હતું. મામલાની માહિતી મળ્યા બાદ પોલીસે આરોપી ડિલિવરી બોયની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી અનુસાર આરોપીનું નામ અર્જુન સોનકર (23) છએ. તે મુંબઇના વરલી વિસ્તારમાં રહે છે. આ વર્ષના મે મહિનાથી તે સ્વિગીમાં ડિલીવરી બોય તરીકે કામ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અર્જુન ગુરુવારે પેડર રોડ વિસ્તારના એક ક્લિનિકમાં દર્દી તરીકે પહોંચ્યો હતો.
એ સમયે મહિલા ડૉક્ટર તેમના સહાયક સાથે ક્લિનિકમાં હાજર હતા. અર્જુને ડૉક્ટરી સેવા (પ્રિસ્ક્રિપ્શન) માટે પૈસા પણ ભર્યા હતા. ડૉક્ટર પાસે જઇને તેણે તેની થેલીમાંથી છરી કાઢી ડૉક્ટરના ગળામાંથી સોનાની ચેઈનની ચોરી કરી હતી. આ દરમિયાન આરોપીઓએ કોઈ અવાજ ન કરવાની ધમકી પણ આપી હતી. લૂંટ કરતા પહેલા આરોપીએ એક હસ્તલિખિત નોંધ ડોક્ટરના ટેબલ પર છોડી દીધી હતી. નોટમાં લખવામાં આવ્યું હતું – હું આ કરવા નથી માંગતો અને મને આ કરવાનો પસ્તાવો છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સામે અગાઉ કોઈ કેસ નોંધાયેલો નથી. તે વરલી વિસ્તારમાં પત્ની સાથે રહે છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની બેગમાંથી લગભગ રૂ. 16,000 રોકડા, એક છરી, એક સ્વિગી ટી-શર્ટ મળી આવ્યું છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 392 હેઠળ લૂંટનો કેસ નોંધવામાં આવ્યો છે.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો