દિલ્હીના જળમંત્રી આતીશીએ યોગી આદિત્યનાથ અને નાયબ સિંહ સૈનીને પત્ર લખી કરી આ માંગ
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી એકતરફ આકરી ગરમીનો સામનો કરી રહી છે, ત્યારે બીજી તરફ દિલ્હીની માથે જળસંકટ સર્જાય ગયું છે. પાણીની આકરી તંગીને લઈને જળમંત્રી આતિશીએ (Delhi Water Minister Atishi) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને (Nayab Singh Saini) પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં માંગ કરી હતી કે વરસાદના આવવા સુધી દિલ્હી માટે વધારાનું પાણી છોડવામાં આવે કે જેથી દિલ્હીવાસીઓને ગરમીમાં પાણીને લઈને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
આ પણ વાંચો : Arvind Kejriwal નો તિહાર જેલમાં સરેન્ડર પૂર્વે આ છે પ્લાન, ટ્વિટર પર લખી ભાવુક પોસ્ટ
જળસંકટ પર ભાજપનું કહેવું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી આતિશી દિલ્હીમાં જળસંકટ ઉત્પન્ન કર્યા બાદ તેને લઈને રાજનીતિ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે દિલ્હી જળબોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર હરિયાણા અને ઉત્તરાખંડથી દિલ્હીને ફાળવવામાં આવેલા કોટાથી વધારે પાણી મળી રહ્યું છે.
દિલ્હી વિધાનસભાના નેતા રામવીર સિંહ બીધૂડીએ કહ્યું હતું કે, ‘આતીશીએ ખોટા આરોપ લગાવવા માટે હરિયાણાથી માફી માંગવી જોઈએ. તે પાછલા કેટલાક દિવસોથી સતત હરિયાણા પર ઓછું પાણી દેવાનો આરોપ લગાવ્યો હતો. તેનાથી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકાર દ્વારા દાખલ કરેલ અરજીમાં અને લખેલ પત્રમાં ક્યાંય પણ કોટાથી ઓછું પાણી દેવાનો ઉલ્લેખ નથી કર્યો. તેને બદલે જરૂરિયાત મુજબનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.