Delhi Water Crisis: સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો, કટોકટીનો અંત આવશે?
નવી દિલ્હી: ધોમધખતા તાપ વચ્ચે દિલ્હીમાં જળ સંકટ (Delhi water crisis) સર્જાયું છે, દિલ્હીવાસીઓને મળતા પાણીના ક્વોટામાં કાપ મુકવામાં આવ્યો છે. એવામાં સુપ્રીમ કોર્ટ(Supreme court) દિલ્હીને રાહત આપી છે, સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશ સરકાર(Himachal Pradesh)ને શુક્રવારના રોજ 137 ક્યુસેક વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો છે, જેથી દિલ્હી પાણી કટોકટીમાં રહાત મળી શકે.
સુપ્રીમકોર્ટે જણાવ્યું કે હિમાચલ પ્રદેશ સરકાર વધારાનું પાણી છોડવા માટે સંમત થઈ છે. કોર્ટે હરિયાણા સરકારને વજીરાબાદ બેરેજ દ્વારા પાણી છોડવાની સુવિધા આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે હિમાચલ સરકારને હરિયાણાને પૂર્વ સૂચના આપ્યા બાદ પાણી છોડવા જણાવ્યું હતું.
ગયા અઠવાડિયે, દિલ્હી સરકારે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવા પડોશી રાજ્યોમાંથી પાણીનો વધારાનો પુરવઠો મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પાણીના બગાડ સામે ચેતવણી પણ આપી હતી. દિલ્હીની AAP સરકારે કટોકટી વચ્ચે પાણીનો બગાડ ટાળવા માટે કડક પગલાં લાગુ કર્યા છે. પાણીના બગાડ બદલ સરકારે ₹2,000 નો દંડ લાગુ કર્યો છે. સરકારે પ્રસાશનને કોઈપણ બાંધકામ સાઇટ્સ અથવા કોમર્શિયલ સંસ્થાઓના ગેરકાયદેસર પાણીના જોડાણ કાપી નાખવા નિર્દેશ આપ્યો હતો.
દિલ્હીના જળ પ્રધાન આતિશીએ જણાવ્યું હતું કે ગયા મહિને હીટવેવને કારણે યમુના નદીના જળ સ્તરમાં ઘટાડો થવાને કારણે પાણીની માંગમાં વધારો થયો હતો.
સોમવારે, કોર્ટે પાણીની અછતનું સમાધાન લાવવા માટે 5 જૂને અપર યમુના રિવર બોર્ડ (UYRB) ની તાત્કાલિક બેઠક બોલાવવાનો આદેશ આપ્યો હતો.
Also Read –