નેશનલ

Delhi માં જળસંકટ યથાવત, જળ મંત્રી આતિશી હરિયાણા પાસે પાણીની માગ સાથે સત્યાગ્રહ શરૂ કરશે

નવી દિલ્હી : દિલ્હીમાં (Delhi)જળસંકટ (Water Crisis)હજુ પણ યથાવત છે. દિલ્હીના અનેક વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ અંગે દિલ્હીના જળ મંત્રી આતિશી(Atishi)આજે જંગપુરાના ભોગલમાં પોતાનો સત્યાગ્રહ શરૂ કરશે. સત્યાગ્રહ શરૂ કરતા પહેલા તેઓ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ સાથે સવારે 11 વાગ્યે રાજઘાટ જશે જ્યાં તેઓ મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

સુનીતા કેજરીવાલ AAPના અન્ય નેતાઓ સાથે ઉપવાસ સ્થળ પર જશે

મળતી માહિતી મુજબ, AAP નેતા અને દિલ્હીના જળ મંત્રી આતિશી હરિયાણાથી ઓછા પાણીના સપ્લાયના મુદ્દે આજથી અનિશ્ચિત સમય માટે ઉપવાસ સત્યાગ્રહ શરૂ કરશે. ઉપવાસ શરૂ કરતા પહેલા, તે સુનીતા કેજરીવાલ સાથે રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપશે. આ પછી સુનીતા કેજરીવાલ AAPના અન્ય નેતાઓ સાથે ઉપવાસ સ્થળ પર જશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુનિતા કેજરીવાલ સવારે 11 વાગ્યે આતિશી સાથે રાજઘાટ જશે અને સાંજે 4 વાગ્યે તિહાર જેલમાં જશે કારણ કે ગુરુવારે કોર્ટમાંથી જામીન મળ્યા બાદ કેજરીવાલ આજે તિહારથી મુક્ત થઈ શકે છે.

હરિયાણામાંથી હકનું પાણી નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખશે

ઉપવાસ વિશે માહિતી આપતાં આતિશીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું કે 11 વાગ્યે મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તે બપોરે 12 વાગ્યાથી જંગપુરના ભોગલમાં અનિશ્ચિત સમયના ઉપવાસ શરૂ કરશે. જ્યાં સુધી દિલ્હીના લોકોને હરિયાણામાંથી તેમના હકનું પાણી નહીં મળે ત્યાં સુધી તે ઉપવાસ ચાલુ રાખશે.

પીએમના હસ્તક્ષેપની વિનંતી

રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટને લઈને દિલ્હીના જળ મંત્રી આતિશીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં 21 જૂનથી અનિશ્ચિત સમયના ઉપવાસ પર જવાની જાહેરાત કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને હરિયાણામાંથી પાણી ન મળવાના મામલે હસ્તક્ષેપ કરવા પણ વિનંતી કરી હતી.

આતિશીએ કહ્યું કે હરિયાણા રાજધાનીને તેના હિસ્સાનું પાણી છોડતું ન હોવાને કારણે દિલ્હી જળ સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું, “ગઈકાલે, હરિયાણાએ 613 MGDની સામે દિલ્હીને 513 MGD પાણી છોડ્યું. એક MGD પાણી 28,500 લોકો માટે છે. આનો અર્થ એ થયો કે 28 લાખથી વધુ લોકો માટે પાણી છોડવામાં આવ્યું નથી.”

21 જૂનથી અચોક્કસ મુદ્દત સુધી સત્યાગ્રહ

મંત્રીએ કહ્યું કે, લોકો માત્ર આકરી ગરમીથી જ નહીં પરંતુ પાણીની તંગીનો પણ સામનો કરી રહ્યા છે. તેણીએ કહ્યું, “મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાણીની કટોકટી અંગે પત્ર લખીને સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી કરી છે. જો બે દિવસમાં કટોકટીનું નિરાકરણ નહીં આવે તો હું 21 જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જઈશ.” આતિશીએ કહ્યું કે તેમણે હરિયાણા સરકારને આ સમસ્યાના ઉકેલ માટે અનેક પત્રો લખ્યા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો