Boycott Bangladesh: આ શહેરના વેપારીઓએ બાંગ્લાદેશ સાથે વેપારનો બહિષ્કાર કર્યો…
દિલ્હી: બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે થયેલા બળવા આને ત્યાર બાદ ફેલાયેલી અશાંતિ દરમિયાન લઘુમતી હિંદુ સમુદાયના લોકો પર હુમલાની ઘટનાઓ (Attack on Hindus in Bangladesh) બની હતી, હવે મોહમદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારના સાશનમાં પણ બાંગ્લાદેશના હિન્દુ સમુદાયના મંદિરો પર હુમલાના અનેક બનાવો બન્યા છે, આ ઉપરાંત હિંદુ સમુદાયના લોકો સામે ભેદભાવપૂર્ણ વર્તન પણ કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલ છે. આ ઘટનાઓના પડઘા ભારતમાં પણ પડી રહ્યા છે, દરમિયાન દિલ્હીના કેટલાક વેપારીઓએ બાંગ્લાદેશનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે ઘૂસાડનારી ગેંગનો પર્દાફાશઃ 11 પકડાયા…
કાશ્મીરી ગેટ ઓટો પાર્ટ્સ માર્કેટનો નિર્ણય:
કાશ્મીરી ગેટ સ્થિત ઓટો પાર્ટ્સના હોલસેલર્સે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા સામે વિરોધ દર્શાવવા, બાંગ્લાદેશ સાથે વેપારનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. અહેવાલ અનુસાર, ઓટોમોટિવ પાર્ટ્સ મર્ચન્ટ્સ એસોસિએશનના આગેવાનના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશમાં હિંદુઓ પર તાજેતરના હુમલાના વિરોધમાં, કાશ્મીરી ગેટ ઓટો પાર્ટ્સ માર્કેટે બાંગ્લાદેશ સાથે વેપાર ન કરવાનો નિર્ણય લીધો છે.
એસોસિએશનના આગેવાને કહ્યું કે, “બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો, અમારા મંદિરોને નષ્ટ કરવામાં આવ્યા અને ઘણા હિંદુ ભાઈઓની હત્યા કરવામાં આવી. આ અસ્વીકાર્ય હતું, અમારા બજારે બાંગ્લાદેશ સાથે વેપાર બંધ કરવાનો નિર્ણય લીધો છે.”
આ તારીખ સુધી વેપાર નહીં કરે:
તેમણે વધુમાં કહ્યું કે બાંગ્લાદેશ વિકાસશીલ દેશ છે. 15 જાન્યુઆરી સુધી કારના પાર્ટ્સની નિકાસ બંધ કરવાના નિર્ણયથી બાંગ્લાદેશ પર અસર પડી શકે છે. લગભગ 2000 દુકાનોએ બાંગ્લાદેશમાં નિકાસ કરવાનું બંધ કરી દીધું છે.
શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ:
યુનુસ સરકારમાં વિદેશ મંત્રાલયના સલાહકાર ડોક્ટર તૌહીદ હુસૈને 23 ડિસેમ્બરે રાજદ્વારી નોંધ મોકલીને ભારત સરકાર પાસે માંગણી કરી હતી કે સરકાર કાયદાકીય પ્રક્રિયા માટે શેખ હસીનાનું પ્રત્યાર્પણ ઈચ્છે છે.
આ પણ વાંચો : Sheikh Hasina બાંગ્લાદેશ પરત ફરે તો શું થાય ? જાણો શું કહે છે બાંગ્લાદેશના કાયદાઓ
વર્તમાન બાંગ્લાદેશ સરકારનો આરોપ છે કે હસીનાના કાર્યાલય દ્વારા હિંસા કરવામાં આવી હતી. હસીના અને તેના સમર્થકો વિરુદ્ધ 60થી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાં નરસંહારના કેસનો પણ સમાવેશ થાય છે.