દિલ્હીમાં આજે ફરી ત્રણ સ્કૂલોને બોંબથી ઉડાવવાની ધમકી મળી, પોલીસે તપાસ શરુ કરી | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હીમાં આજે ફરી ત્રણ સ્કૂલોને બોંબથી ઉડાવવાની ધમકી મળી, પોલીસે તપાસ શરુ કરી

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સતત સ્કૂલોને બોંબથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે. જેમાં આજે પણ ત્રણ સ્કૂલોને ઈમેઈલથી બોંબથી ઉડાવવાની ધમકી મળી છે. જેના પગલે સ્કૂલ વહીવટીતંત્ર અને પોલીસ સતર્ક બની છે. તેમજ આ ધમકી બાદ સ્કુલ ખાલી કરાવીને તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આજે દિલ્હીના પશ્ચિમ વિહારની સ્કૂલ, રોહિણી સેક્ટર ત્રણની અભિનવ સ્કૂલ અને રોહિણી સેક્ટર 24 ની સોવરન સ્કૂલને બોંબથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકી બાદ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે તપાસ કરી રહી છે.

એક જ ફોર્મટમાં ધમકીઓ

દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સતત સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની એક જ ફોર્મટમાં ધમકીઓ મળી રહી છે. જેમાં શાળાના ઈમેઈલમાં ધમકી આપવામાં આવી રહી છે.તેમજ તપાસ બાદ મોટાભાગના કિસ્સામાં ઈમેઈલમાં શાળાના વિદ્યાર્થીઓના નામ પ્રકાશમાં આવ્યા છે. તેમજ આ બધા ઈમેઈલ પ્રોક્સી સર્વર પરથી કરવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

દિલ્હીના સ્કૂલોને સતત મળી રહી છે ધમકીઓ

દિલ્હીમાં મંગળવારે દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજ અને સેન્ટ થોમસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
જયારે બુધવારે પણ દ્વારકાના સેન્ટ થોમસ અને વસંત કુંજ વિસ્તારની વસંત વેલી સ્કૂલ સહિત અન્ય ઘણી શાળાઓને ઇમેઇલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

આ પણ વાંચો…દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી,પોલીસે તપાસ શરુ કરી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button