નેશનલ

Delhi airport roof collapse: દેશના તમામ એરપોર્ટના સ્ટ્રક્ચરની ઓડિટ કરાશે, દુર્ઘટના બાદ સરકાર જાગી


નવી દિલ્હી: ગઈ કાલે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(Indira Gandhi International airport) ટર્મિનલ-1 પર છત તુટી જવાની ઘટનાને કારણે ગંભીર સવાલો ઉભા થયા છે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરાપુ(Ram Mohan Naidu Kinjarapu)એ આ સક્રિય પગલાં લેવાની ખાતરી આપતાં કહ્યું કે દેશભરના તમામ એરપોર્ટ પર સ્ટ્રક્ચરની પ્રાથમિક તપાસ કરવામાં આવશે.

રામ મોહન નાયડુ કિંજરાપુએ કહ્યું કે મંત્રાલયે તમામ એરપોર્ટ પાસેથી 2-5 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે, જેના પર ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લઇ શકાય.

તેમણે કહ્યું કે “અમે ઇચ્છતા નથી કે આવી ઘટનાઓ ફરીથી થાય, અમે તમામ એરપોર્ટ પર સ્ટ્રક્ચરની પ્રાથમિક તપાસ કરાવીશું. અમે દેશભરના તમામ એરપોર્ટ પાસેથી 2-5 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે, જેના પર અમે જોઈશું કે શું પગલા લઇ શકાય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે.”

ગઈ કાલે દિલ્હી એરપોર્ટ પર છત તુટી જવાની ઘટનાના બાદ સરકાર સફાળી જાગી છે, આ ઘટનામાં 45 વર્ષીય કેબ ડ્રાઈવરનો જીવ ગયો હતો અને અન્ય લોકો આઠ ઘાયલ થયા હતા.

| Also Read: Delhi Rain: દિલ્હી થયું પાણી પાણી, 88 વર્ષનો રેકોર્ડ તુટ્યો, અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત

કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાનને કહ્યું, “દિલ્હી એરપોર્ટ પર બનેલી ઘટના ખૂબ જ દુ:ખદ છે અને હું મૃતક વ્યક્તિના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા, તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.”

તેમણે કહ્યું કે આ ઘટનાને કારણે અસરગ્રસ્ત મુસાફરો માટે રિફંડ અથવા વૈકલ્પિક ફ્લાઇટ્સ સુનિશ્ચિત કરવા માટે એક વોર રૂમની રચના કરવામાં આવી છે. તેમણે સાત દિવસની અંદર રિફંડ અથવા જેમની ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે તેમના માટે વૈકલ્પિક ફ્લાઈટ્સની ખાતરી પણ આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો