દિલ્હીમાં ફરી એક વાર અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે તપાસ શરુ કરી | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હીમાં ફરી એક વાર અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે તપાસ શરુ કરી

નવી દિલ્હી : દિલ્હીમાં ફરી એકવાર સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. જેમાં અનેક શાળાઓને બે મેસેજ આવ્યા છે. આ સ્કૂલોમાં ડીપીએસ, દ્વારકા, કૃષ્ણા મોડેલ પબ્લિક સ્કૂલ અને સર્વોદય વિદ્યાલયનો સમાવેશ થાય છે. જેની બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે પોલીસ શાળાઓમાં પહોંચી છે. તેમજ સલામતીના ભાગરૂપે શાળાને ખાલી કરાવવામાં આવી છે. પોલીસ સંપૂર્ણ કેમ્પસમાં તપા કરી રહી છે. જો કે, અત્યાર સુધી કંઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.

હાઈકોર્ટ અને હોટલ તાજને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી

આ પૂર્વે અનેક વાર દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ આપવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઈપણ સ્થળેથી શંકાસ્પદ વસ્તુ નથી મળી. તેમજ થોડા દિવસ પૂર્વે હાઈકોર્ટ અને હોટલ તાજને પણ બોમ્બથી
ઉડાવવાની ધમકી મળી હતી. જેમાં ઈ મેલ મોકલીને ધમકી આપવામાં આવી હતી. પોલીસ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ
કરવામાં આવી હતી. પરંતુ પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ ન હોતી મળી.

દિલ્હીમાં 100 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં 100 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી હતી. જેમાં ડીપીએસ વસંત વિહાર, એમિટી સ્કૂલ સાકેત, સલવાન પબ્લિક સ્કૂલ, મોર્ડન સ્કૂલ, વસંત વેલી સ્કૂલ, સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…મહારાષ્ટ્રના નાસિકમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ શરુ કરી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button