દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ભીષણ આગ, ઈમારતના કાચ તોડીને 70 દર્દીઓને બચાવાયા

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલની જૂની ઈમરજન્સી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આ આગ એટલી ભીષણ હતી કે ચારેબાજુ ધુમાડાના વાદળો દેખાઇ રહ્યા હતા. આગની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગના સમાચાર મળતા જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, આગમાં કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.
આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, આગના સમાચાર મળતાની સાથે જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. સાત ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને આગ પર જલ્દી કાબુ મેળવી લીધો હતો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન જેસીબી વડે સમગ્ર બિલ્ડિંગના કાચ તોડીને 70 જેટલા દર્દીઓ અને ત્રણ નર્સોને અહીંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ત્રણ માળની ઈમરજન્સી બિલ્ડિંગના પહેલા માળે કૂતરા કરડવાના દર્દીઓને ઈન્જેક્શન આપવામાં આવે છે. બીજા માળે લેબ છે. પેથોલોજી હેડ અહીં બેસે છે. ત્રીજા માળે સ્ક્રીન વોર્ડ છે.
આ પહેલીવાર નથી કે જ્યારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં આગ લાગી હોય. આ પહેલા પણ આ હોસ્પિટલ અનેકવાર આગની ઝપેટમાં આવી ચુકી છે. આ પહેલા દિલ્હીના દ્વારકામાં એક મકાનમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા જેમાં 4 લોકો દાઝી ગયા હતા.
Also Read –