સ્વતંત્રતા દિવસ પૂર્વે લાલ કિલ્લાની સુરક્ષામાં ખામી, ડમી આતંકી વિસ્ફોટક સાથે અંદર પહોંચ્યો

નવી દિલ્હી : 15 ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસ સમારોહ યોજાવવાનો છે. જેના પગલે લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા મુદ્દે મોક ડ્રીલ પણ યોજવામાં આવી રહી છે. જેમાં થોડા દિવસમાં ત્રણ વાર લાલ કિલ્લાની સુરક્ષામાં ખામી પ્રકાશમાં આવી છે. જેમાં આ વખતે ડમી આતંકી વિસ્ફોટક સાથે જ્ઞાનપથ પર પહોંચી ગયો હતો. જ્યાં પીએમ મોદીના સંબોધન સમયે બાળકો બેસે છે. તેમજ સુરક્ષાકર્મીઓની હાજરીમાં ડમી આતંકીએ સેલ્ફી લઈને વિડીયો પણ બનાવ્યો હતો.
લાલકિલ્લામાં ડમી આતંકી ઘુસવાની આ ત્રીજી ઘટના
લાલકિલ્લામાં ડમી આતંકી ઘુસવાની આ ત્રીજી ઘટના છે. ગત વખતે પણ ડમી આતંકી નહતો પકડાયો. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે જાણકારી મળી હતી કે ડમી આતંકી નિષાદ રાજ રોડ પરના પેટ્રોલ પંપ પાસેની દિવાલ કુદીને લાલ કિલ્લામાં પ્રવેશ્યો હતો. આ દીવાલ પાસે કોઈ સુરક્ષાકર્મી ન હતો. તેની બાદ ડમી આતંકી સુરક્ષા એરિયાના પ્રવેશ્યો હતો. તેની બાદ તે જ્ઞાનપથ પર પહોંચ્યો હતો.
હજુ સુધી કોઈ કાર્યવાહી નહી
આ ડમી આતંકી લાંબા સમય સુધી ત્યાં રહ્યો હતો. તેમજ આતંકી સેલ્ફી પણ લીધી અને વિડીયો પણ ઉતાર્યો હતો. જયારે આ ડમી આતંકીની સેલ્ફી અને વિડીયો પોલીસ કમિશ્નરને મોકલવામાં આવી ત્યારે આ સુરક્ષા ખામી પ્રકાશમાં આવી હતી. જેના લીધે પોલીસ બેડામાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે, પોલીસ કમિશ્નરે ગત સપ્તાહે લાલ કિલ્લામાં સુરક્ષામાં બેદરકારી બદલ સાત પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા હતા. જોકે, આ ઘટનામાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો…લાલ કિલ્લામાં ડમી બોમ્બ ના પકડી શકનાર સાત પોલીસ કર્મી સસ્પેન્ડ, પાંચ બાંગ્લાદેશી પણ ઝડપાયા