નેશનલ

પુત્રજન્મથી લઈને ઘરે ઉજાણીનો માહોલ અને તેવા સમયે આવ્યા માઠા સમાચાર ….

નવી દિલ્હી : શનિવારે રાજકોટમાં ગેમઝોનમાં (Rajkot TRP Game zone) આગ લાગવાની દુર્ઘટનામાં અનેક લોકો સહિત નાના બાળકોના મોત થયા છે. ત્યારે તે જ રાતે દિલ્હીમાં બેબીકેર સેન્ટરમાં (Baby care center) શનિવારે રાતે ભીષણ આગ લાગી હતી , જેમાં 7 નવજાત બાળકોના મોત થાય હતા. ખૂબ ઊંચી ફી વસુલતા આ હોસ્પિટલમાં મોટા ઓક્સિજન સિલિન્ડર માંથી નાના ઑક્સીજન સિલિન્ડર ભરવાના લીધે આગ લાગી હતી, જેમાં 7 બાળકોના મોત થયા હતા, જ્યારે અન્યને બચાવી લેવામાં આવ્યા હતા.

કોરોના પછીનો પ્રથમ દર્દનાક અકસ્માત :

શનિવાર રાતે સર્જાયેલ દુર્ઘટનાને નજરે જોનાર લોકો અને શહિદ ભગતસિંહ સેવાદળના વડાએ કહ્યું હતું કે કોરોના પછી પ્રથમ વખત આવો ભયાનક અકસ્માત જોયો છે. એ વાતથી જ હ્રદય દ્રવી ઊઠતું હતું કે જે બાળકો હજુ પોતાની આંખ પણ નથી ખોલી શકતા તેમનું શરીર જ બળીને ભડથું થઈ ગયું. લોકોએ તેમના નવજાત બાળકોને અહી સારવાર માટે દાખલ કર્યા હતા પણ આ રાત તેમના જીવનનો વિનાશ કરનારી બની રહી.

હોસ્પિટલમાં ડૉક્ટર જ નહોતા !

એક દિવસના દસ હજાર જેટલો ચાર્જ લેનારી આ હોસ્પિટલની સ્થિતિને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી હતી, પોલીસે જણાવ્યું હતું કે આ સેન્ટરનું લાઇસન્સ જ પૂરું થઈ ચૂક્યું હતું, તેમ છતાં હોસ્પિટલ ચાલતી હતી. અહી કોઈ યોગ્ય ડૉક્ટર પણ હતું જ નહિ, તેમજ ફાયર વિભાગનું NOC પણ નહોતું.

ઘરમાં ઉજવણીના માહોલની વચ્ચે આવ્યા માઠાં સમાચાર

બુલંદશહરના રહેવાસી ઋતિક ચૌધરીને એક પુત્રી બાદ પુત્રનો જન્મ થયો હતો. જન્મના 2 દિવસ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પુત્ર જન્મને લઈને ઘરમાં ભારે ઉજાણીનો માહોલ હતો, દવાખાનાથી પરત ફરે બાદ ઘરમાં પાર્ટી યોજવાનો માહોલ હતો. પણ શનિવારે લાગેલી આગમાં તેમના બાળકનું પણ મોત થયું છે. ઘરેથી તેમણે વારંવાર ફોન કરીને પૂછવામાં આવી રહ્યું છે કે બાળક કેમ છે ?

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button