આ એજ પ્લેટફોર્મ છે જ્યાં ગઈકાલે રાત્રે 18 મૃતદેહો પડ્યા હતાઃ જૂઓ વીડિયો

નવી દિલ્હી: ગઇકાલ રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડને કારણે મચેલી ભાગદોડમાં 18 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ ભાગદોડમાં ઘાયલ ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. ભાગદોડની ઘટના બાદ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, કોઇપણ ટ્રેનને રદ્દ કરવામાં નથી આવી. ગઇકાલે જે સ્થળે અતિ દુખદ ઘટના ઘટી તે જ સ્થળની પરિસ્થિતિ સામાન્ય બનતા હવે ફરિથી ત્યાં મુસાફરો પોતાની ટ્રેન પકડવા પહોંચી રહ્યા છે. ગઇકાલની દુખદ ઘટનાને જાણે લોકો ભૂલી રહ્યા હોય તેમ ફૂટઓવર બ્રિજ પર પણ લોકોની ભીડ જોવા મળી.
કઈ રીતે સર્જાય હતી દુર્ઘટના?
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સર્જાયેલી દુર્ઘટના બાદ ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) હિમાંશુ શેખર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દુખદ ઘટના છે. નવી દિલ્હીરેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 14 પર પટણા તરફ જઈ રહેલી મગધ એક્સપ્રેસ અને પ્લેટફોર્મ નંબર 15 પણ જમ્મુ તરફ જઈ રહેલી ઉત્તર સંપર્ક ક્રાંતિ ઊભેલી હતી અને આ દરમિયાન ફૂટ ઓવર બ્રિજથી પ્લેટફોર્મ નંબર 14-15 તરફની સીડીઓ પરથી એક મુસાફર નીચે પડ્યા બાદ તેની પાછળ ઊભા રહેલા અનેક મુસાફરોને અસર થઈ હતી અને તે દરમિયાન આ દુખદ ઘટના સર્જાય હતી. આ મામલે એક ઉચ્ચસ્તરીય સમિતિને તપાસ સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી થયેલા મૃત્યુથી દુઃખી…: પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
ભાગદોડની ઘટનામાં 18 લોકોના મોત
પ્રાપ્ત વિગતો અનુસાર નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ગઈકાલે રાત્રે થયેલી ભાગદોડમાં 14 મહિલાઓ સહિત 18 લોકોના મોત થયા હતા. આ માહિતી દિલ્હી પોલીસે જાહેર કરી હતી. ડીસીપીએ જણાવ્યું હતું કે સીએમઆઈ મુજબ સ્ટેશન પર દર કલાકે 1,500 જનરલ ટિકિટ પણ લેવામાં આવી હતી અને આ મુસાફરો પ્લેટફોર્મ પર પણ પહોંચ્યા હતા. આ કારણે પ્લેટફોર્મ 14 અને પ્લેટફોર્મ 16 પર એસ્કેલેટર પાસે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ફાયર વિભાગની ટીમ પહોંચી
દિલ્હી ફાયર સર્વિસના પ્રમુખ અતુલ ગર્ગે જણાવ્યું હતું કે અધિકારીઓએ તાત્કાલિક બચાવ ટીમો અને ચાર ફાયરની ચાર ગાડીઓને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે મોકલ્યા હતા. ઉત્તર રેલવેના (CPRO) હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ભારે ભીડને કારણે કેટલાક મુસાફરોએ એકબીજાને ધક્કો માર્યો હતો, જેના કારણે કેટલાક મુસાફરોને ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.