દિલ્હીમા પ્રોપર્ટી ડીલરની રોડ પર જ ગોળી મારીને હત્યા, 10 રાઉન્ડ ફાયરિંગ કરાયું

નવી દિલ્હી : દિલ્હીમા ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે પ્રશ્નાર્થ ઉભા થવા લાગ્યા છે. જેમાં દિલ્હીના પશ્ચિમ વિહારમા કારમા મુસાફરી કરી પ્રોપર્ટી ડીલરની યુવાનની ગોળી મારીને હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસને ઘટના સ્થળેથી એક ડઝન ખાલી કારતૂસ મળી આવ્યા છે. તેના પરથી જાણવા મળ્યું છે કે હુમલા ખોરોએ યુવક પર અસંખ્ય ગોળીઓ ચલાવી હતી. આ હત્યા અંગત અદાવતમા કરવામાં આવી હોવાની આશંકા સેવવામા આવી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કારમાં મુસાફરી કરી રહેલા યુવાનની કાર સામે હુમલાખોરેએ પોતાનું વાહન રોક્યુ હતું. તેમજ નીચે ઉતરીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આ દરમિયાન લગભગ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
આપણ વાંચો: સમર સ્પેશિયલઃ વેકેશનમાં પશ્ચિમ બંગાળ ફરવા જવું હોય તો રેલવે આપી રહ્યું છે આ સુવિધા
મૃતક રાજકુમાર દલાલ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો
આ ઘટનાની મળતી માહિતી મુજબ ઘટના શુક્રવારે સવારે બની હતી. જોકે, ગોળી વાગતાં યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મૃતકના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમના પુત્રને કોઈ સાથે કોઈ દુશ્મની નહોતી તે દરરોજ કાર દ્વારા જીમ જતો હતો. મૃતક રાજકુમાર દલાલ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો.
મળતી માહિતી મુજબ, જ્યારે યુવક પર હુમલો થયો ત્યારે તે તેના ઘરેથી જીમ જઈ રહ્યો હતો. આ હુમલાખોરોએ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. રાજકુમાર પશ્ચિમ વિહારમાં જ રહેતા હતા. પોલીસ હાલમાં હત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે.