નેશનલ

દેશની રાજધાની દિલ્હીએ આ બાબતે છ વર્ષનો રેકોર્ડ તોડ્યો

દેશની રાજધાની ઘણી બાબતો માટે જાણીતી છે, પણ અમુક બાબતો માટે બદનામ પણ એટલી જ છે. આમાંની એક છે દિલ્હીની હવા. ઘણા અખતરા છતાં દિલ્હીની હવા વધારે ને વધારે ડહોળાતી જાય છે ત્યારે આ વખતે તો દિલ્હીએ છ વર્ષનો રેકોર્ડ તોડ્યો હોય તેવા અહેવાલો આવી રહ્યા છે.

દિલ્હીની હવા જે છેલ્લા ઘણા દિવસોથી શુદ્ધ હતી, તેમાં ફરી પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જો આજે દિલ્હીના AQI વિષે વાત કરવામાં આવે તો 200ને પાર કરી ગયો હતો. ચોમાસાની વિદાય પછી સિઝનનો આ ત્રીજો દિવસ છે, જ્યારે હવાની ગુણવત્તા નબળી જોવા મળી રહી છે.


દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI 300 થી ઉપર એટલે કે ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો હતો. ચોમાસું પાછું ખેંચાયા બાદ 6 અને 7 ઓક્ટોબરે AQI 200ને પાર કરી ગયો હતો એટલે કે આ અંક હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો. આ પછી પવનની ગતિ વધતા અને પ્રદૂષકના પાર્ટીકલ્સમાં વધારો થવાથી હવા ફરી બગડી હતી.


મોસમમાં બદલાવ વચ્ચે દિવસ દરમિયાન પણ ગરમી યથાવત રહેવા છતાં પાટનગરમાં સવાર-સાંજનું વાતાવરણ આહલાદક બનવા લાગ્યું છે. જેમાં ગઈકાલે દિલ્હીમાં સવાર છ વર્ષમાં સૌથી ઠંડી રહી હતી. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે દિલ્હીની સ્ટાન્ડર્ડ ઓબ્ઝર્વેટરી સફદરજંગમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button