વિપક્ષી સાંસદોની માર્ચને પોલીસે રોકી, પ્રિયંકા ગાંધીએ ધરપકડ પછી કહ્યું, ડરે હુએ હૈં, સરકાર કાયર હૈ….. | મુંબઈ સમાચાર

વિપક્ષી સાંસદોની માર્ચને પોલીસે રોકી, પ્રિયંકા ગાંધીએ ધરપકડ પછી કહ્યું, ડરે હુએ હૈં, સરકાર કાયર હૈ…..

નવી દિલ્હી : દિલ્હીમાં સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી 300 સાંસદોની માર્ચને પોલીસે રોકી છે. આ માર્ચ અંગે પોલીસે સત્તાવાર રીતે મંજુરી પણ આપી નથી. બિહારમાં એસઆઈઆરના અમલ મુદ્દે વિપક્ષ સતત વિરોધ કરી રહ્યો છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં આ માર્ચની શરુઆત કરવામાં આવી છે. જોકે, આ માર્ચને રોકતા જ સપા નેતા અખિલેશ યાદવે વિરોધ વ્યક્ત કર્યો છે. જયારે પ્રિયંકા ગાંધીએ ધરપકડ પછી કહ્યું હતું કે, ડરે હુએ હૈં, સરકાર કાયર હૈ…..

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પણ અટકાયત

આ દરમિયાન દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પણ અટકાયત કરી છે. આ માર્ચને સંસદની બહાર જ રોકી દેવામાં આવ્યો છે. આ કુચની શરુઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી. જેમાં બિહાર મતદાર યાદી સુધારણા
પ્રકિયા અને મતદાન ચોરીના આરોપોના મુદ્દે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

સંસદના બંને ગુહ સ્થગિત

આ દરમિયાન વિપક્ષે આજે સંસદ શરુ થતા જ હંગામો કર્યો હતો. જેના લીધે લોકસભા અને રાજયસભાની કાર્યવાહી બે વાગ્યે સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષી સાંસદોએ બિહાર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા મુદ્દે નારેબાજી કરી હતી.

ગેરરીતીના ગંભીર આરોપો લગાવ્યા

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભારતના ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણી દરમિયાન ગેરરીતીના ગંભીર આરોપો લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના ડેટાને આધારે પ્રેઝન્ટેશન રજુ કરીને લોકસભા ચૂંટણી 2024માં વોટ ચોરીના આરોપ લગાવ્યા હતાં. આ મામલે કાર્યવાહીની માંગ સાથે 25 વિપક્ષી દળોના 300 થી વધુ સાંસદો આજે સંસદ ભવનથી ચૂંટણી પંચના હેડ ક્વાટર સુધી માર્ચ શરુ કરી હતી.

આ પણ વાંચો…ચૂંટણી પંચ વિરુદ્ધ વિપક્ષી દળોનો મોરચો, ‘વોટ ચોરી’ના આરોપ સાથે 300થી વધુ સાંસદો કરશે માર્ચ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button